________________
સ્વદય જ્ઞાન
સ્વરોનાં કાર્ય સભ્ય વાસ ગુમ શશિ, સૂર વામ સૂર ! इणि विधि लख कारज करत, पामे सुख भरपूर ।। १७ ।।
સૌમ્ય(શીતલ અને સ્થિર કાર્ય માટે ચન્દ્રનાડી શુભ છે અને કૂર (તથા ચર)કાર્યો માટે સૂર્યનાડી શુભ છે – આ રીતે નાડીચાર (નાડીસંચાર) ઓળખીને કાર્ય કરે તે અત્યંત સુખ પામે. (૧૭) दोउं स्वर सम संचरे, तब सुखमन पहिचांन । तामें कोउं कारज करत, अवस होय कछु हांन ॥ १८ ॥
બંને સ્વર જ્યારે સરખા ચાલે ત્યારે સુષુમણું નાડી જાણવી. તે નાડીમાં કઈ પણ કાર્ય કરવાથી અવશ્ય કાંઈક હાનિ થાય છે. (૧૮) चंद्र चलत कीजे सदा, थिर कारज स्वर भाल । चर कारज सूरज चलत, सिद्ध होय ततकाल ॥ १९ ॥
સ્વર જોઈને ચન્દ્રસ્વર ચાલતાં હમેશાં સ્થિર કાર્યો કરવાથી અને સૂર્યવર ચાલતાં ચર કાર્યો કરવાથી તે કાર્યો તત્કાલ સિદ્ધ થાય છે. (૧૯)
પક્ષના સ્વામી તથા તિથિના ભાગ ગણવાની રીત कृष्णपक्ष स्वामी रवि, शुक्लपक्ष पति चंद । तिथिभाग इनका लही, कारज करत आनंद ।। २० ॥
કૃષ્ણપક્ષને સ્વામી સૂર્ય છે અને શુકલપક્ષને સ્વામી ચન્દ્ર છે, તેથી (નીચે દર્શાવ્યા પ્રમાણે) આ તિથિાઓના ભાગ કરી, કાર્ય કરવાથી આનંદ થાય છે. (૨૦)
कृष्णपक्षकी तीन तिथि, प्रथम रविकी जांन । तीन शशिकी फुनि रवि, इण अनुक्रम पहिचांन ॥ २१ ॥
કૃષ્ણપક્ષની પ્રથમ ત્રણ તિથિએ સૂર્યની જાણવી, તે પછીની ત્રણ ચન્દ્રની, ફરી ત્રણ સૂર્યની – આ અનુક્રમથી બાકીની તિથિઓ જાણવી. (૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org