________________
સ્વરદય જ્ઞાન
પ્રાપ્ત થાય છે, તેથી તે ચારેય પ્રકારનાં ધ્યાન મારા(અર્થાત્ ચિદાનંદના મનને અત્યંત રુચે છે. (૯૨) रहत विकार स्वरूप निहारी, ताकी संगत मनसा धारी । निजगुण अंस लहे जब कोय, प्रथम भेद तिण अवसर होय ॥९३॥
(જે કઈ શ્રીઅરિહંતાદિનું) વિકાર રહિત સ્વરૂપ જોઈ મનથી તે સ્વરૂપ સાથે અનુસંધાન જોડી (અર્થાત્ તેમાં લીન થઈને), તે સ્વરૂપને અંશથી પણ પોતાના જ ગુણ તરીકે ગ્રહણ કરે છે તે સમયે (તે સાધક દયાનનો) પ્રથમ-ભેદ અર્થાત્ “રૂપસ્થિ-ધ્યાન' પ્રાપ્ત કરે છે. (૯૩) तीर्थंकर पदवी परधान, गुण अनंतको जाणी थान । गुण विचार+ निजगुण जे लहे, ध्यान पदस्थ सुगुरु इम कहे ॥९४|
‘તીર્થકર પદ' એ શ્રેષ્ઠ પદ છે, અનંતા ગુણોનું તે સ્થાન છે. તેના ગુણોને વિચારી સાધક પોતે પોતાના આત્મામાં તે ગુણેને ગ્રહણ કરે તે પદસ્થાન છે – એમ સદ્ગુરુ દર્શાવે છે. (૯૪) भेदज्ञान अंतरगत धारे, स्वपरपरिणति भिन्न विचारे । सकति विचारी शांतता पावे, ते पिंडस्थ ध्यान कहीवावे ॥९५।। - “ભેદ-જ્ઞાનને અંતરમાં ધારણ કરે, સ્વ(આત્મા) અને પરદેહાદિની પરિણતિ ભિન્ન-ભિન્ન છે–એમ વિચારી, પોતાની શક્તિ અનુસાર શાંતપણને (અર્થાત્ સમતાને) પામે તે પિંડ-ધ્યાન' કહેવાય છે. (૫) रूप रेख जामें नवि कोइ, अष्टगुणां* करी शिवपद सोइ । ताकू ध्यावत तिहां समावे, रूपातीत ध्यान सो पावे ॥९६ ॥°
+ ખરી રીતે વિચાર તે જ ‘તાત્ત્વિક–પદ' છે.
* સિદ્ધ-ગુણાષ્ટક – ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત ચારિત્ર, ૪. અનંત સુખ, ૫. અક્ષય–સ્થિતિ, ૬. અપી, ૭. અગર–લઘુ અને ૮. અવ્યાબાધસ્થિતિ.
ધ્યાનના રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ, રૂપાતીત –એ ચાર ભેદ પર વિશેષ પ્રકાશ પાડતી આ વ્યાખ્યાઓ મૌલિક જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org