________________
સ્વદય જ્ઞાન
જેમાં કેઈ પણ રૂપ કે આકાર નથી, જે આઠ ગુણોથી યુક્ત છે, જે શિવપદ પ્રાપ્ત કરી ચૂકયા છે – એવા સિદ્ધોના આઠ ગુણોનું ધ્યાન કરતાં (સાધક) સ્વયં તેમાં જ તલ્લીન થઈ જાય તો તે રૂપાતીત ધ્યાનને પામે
प्राणायाम ध्यान जे कहीये,
ते पिंडस्थ भेदभवि लहीये । मन अरु पवन समागम जानो,
पवन साध मन निज घर आनो ॥ ९७ ॥ જે “પ્રાણાયામ-ધ્યાન કહેવાય છે તે પિંડસ્થ-ધ્યાનને ભેદ છે – તેમ હે ભમનમાં આણો. તેમાં “મન અને પવનને સમાગમ છે – એમ જાણે અને પવનને સાધીને (અર્થાત્ વશ કરીને) મનને પોતાના ઘરમાં લાવે (એટલે કે પોતાના આત્મામાં જ લીન કરો). (૭) अहनिसि अधिका प्रेम लगावे, जोगानल घट मांहि जगावे । अल्प आहार आसन दृढ करे, नयण थकी निद्रा परिहरे ॥९८ ॥
દિન-રાત નિરંતર અત્યંત પ્રેમપૂર્વક યોગાનલને (અર્થાત ગરૂપી અગ્નિને) અંતરમાં પ્રગટાવે, આહાર અ૫ કરે, આસનને દઢ કરે અને નેત્રથી નિદ્રાને પરિહાર કરે. (૮) काया जीव भिन्न करी जाणे, कनक उपलनी पर पहिछाणे । भेददृष्टि राखे घट मांहि, मन शंका आणे कछु नाहि ।। ९९ ॥
સુવર્ણ અને પથ્થરની જેમ કાયા(દેહ) અને જીવ(આત્મા) ભિન્નભિન્ન છે – એમ અનુભવે; અંતરમાં આવી “ભેદ-ષ્ટિ” જીવંત રાખે અને મનમાં કઈ પણ પ્રકારની શંકા ન રાખે. (૯) कारज रूप कथे मुखवाणी, अधिक नाहि बोले हित जाणी। स्वपन रूप जाणे संसार, तन धन जोबन लखे असार । १०० ॥
કામ પૂરતું જ મુખથી બોલે અને તેમાં જ પિતાનું હિત જાણી અધિક ન બોલે. સંસારને સ્વપ્નરૂપ જાણે તથા શરીર, ધન અને વનને અસાર માને. (૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org