________________
સ્વદય જ્ઞાન
कमलपत्र करवाल* वखानो, हालाहल अमृत करी जानो। दुष्ट जीव आवे नहीं' पास, जो आवे तो लहे सुवास ॥ ८९ ।।
તલવાર કમળના પત્ર જેવી (કેમલ) બને છે, હલાહલ (અર્થાત્ વિષ) અમૃતતુલ્ય થાય છે, દુષ્ટ જીવો તેની પાસે આવતા નથી અને જે આવે તે પણ સુવાસ પ્રાપ્ત કરે છે (અર્થાત્ પ્રભાવિત થઈને મિત્ર બની જાય છે). (૮૯) जो विवहार ध्यान इम ध्यावे, इन्द्रादिक पदवी ते पावे । निहचे ध्यान लहे जब कोय, ताकुं अवश्य सिद्धपद होय ॥९० ॥
જે આત્મા આ પ્રકારે વ્યવહાર-ધ્યાનને દયાવે છે તે ઈન્દ્ર વગેરેની પદવીને પામે છે અને જ્યારે કેઈ નિશ્ચય-ધ્યાનને પામે છે ત્યારે તેને અવશ્ય સિદ્ધિપદ (મેક્ષ) પ્રાપ્ત થાય છે. (૦) सुख अनंत विलसे तिहुं काल, तोडी अष्ट कर्मकी+ जाल। एसा ध्यान धरो नितमेव, चिदानंद लही गुरुगम भेवे ॥९१ ।।
જેનાથી આઠેય કર્મની જાળને તેડીને આત્મા ત્રણે કાળ અનંતા સુખમાં વિલસે છે – એવા ધ્યાનને ભેદ ગુરુગમથી જાણીને તેનું હમેશ ધ્યાન ધરે – એમ ચિદાનંદ કહે છે. (૧)
પિંડસ્થાદિ ધ્યાન, નાદ ध्यान चार भगवंत बताये, ते मेरे मन अधिके भाये । रूपस्थ पदस्थ पिंडस्थ कहीजे, रूपातीत साध शिव लीजे ॥१२॥
ભગવતે ચાર પ્રકારનાં ધ્યાન બતાવ્યાં છે -(૧) રૂપસ્થ, (૨) પદસ્થ, (૩) પિંડસ્થ અને (૪) રૂપાતીત. આ ચારેય પ્રકારનાં ધ્યાન સાધવાથી મેક્ષ
૬ નવિ માવે છે. ૨ મે v ! * “કરવાલ” અર્થાત્ તલવાર.
+ અષ્ટકમ - ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, ૫. આયુ, ૬. નામ. ૭. ગોત્ર અને ૮ અંતરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org