________________
૩s
સ્વદય જ્ઞાન
पंच तत्व स्वरमें लखे, भिन्न भिन्न जब कोय । कालसमयका ज्ञान तस, वरस दिवसका होय ।। ११८ ॥
જ્યારે કોઈ સ્વરની અંદર આ પાંચ તને ભિન્ન-ભિન્ન ઓળખી શકે ત્યારે (મંડળમાં પ્રવેશ અને નિસરણ) કાળ સમજાતાં તેને વર્ષફળનું અને સમયના વરતારાનું જ્ઞાન થાય છે. (૧૧૮)
વર્ષ દિવસના કાલ અને સમયનું જ્ઞાન प्रथम मेष संक्रांतिको, व्है प्रवेश जब आय । तबही तत्त्व विचारीये, स्वासा थिर ठहराय ॥ ११९ ॥
પ્રથમ જ્યારે મેષ-સંક્રાન્તિ(વૈશાખ માસ – સૂર્ય માસ) શરૂ થાય ત્યારે શ્વાસને સ્થિર કરીને તત્વને વિચારીએ. (૧૧૯) डाबा स्वरमें होय ज्यो, मही तणौ परकास । उत्तम जोग वखाणीये, नीको फल है तास ॥ १२० ॥
તે વખતે ચંદ્રશ્વરમાં જે પૃથ્વી તત્વ ચાલતું હોય તે તે ઉત્તમ રોગ છે-એમ જાણીએ અને તેનું ફળ આ પ્રમાણે છેઃ (૧૦૦) परजाकुं सुख व्है घणो, समो होय श्रीकार । धान होय महीयल घणो, चोपदकुं' अति चार ॥ १२१ ॥
પ્રજાને ઘણું સુખ થાય, સમય ધન-પ્રાપ્તિ માટે અનુકૂળ થાય, પૃથ્વીમાં ધાન્ય ઘણું નીપજે અને પશુઓ માટે ઘાસ વગેરે પણ પુષ્કળ પેદા થાય. (૧૨૧) ईत भीत उपजे नहीं, जनवृद्धि पण थाय । इत्यादिक बहु श्रेष्ठ फल, सुख पामे अति राय ॥ १२२ ।।
ઈતિ, ભીતિ વગેરે હોય નહીં, મનુષ્યની વૃદ્ધિ થાય ઈત્યાદિ ઘણું શ્રેષ્ઠ ફળ મળે અને રાજા પણ અત્યંત સુખ પામે. (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org