________________
સ્વરોદય જ્ઞાન જેઓ સમ અને વિષમપણે કરી, અનંતા ગુણ અને અનંતા પર્યાયવાળા છે અને જેના પ્રત્યેક આત્મ-પ્રદેશમાં મહાન શક્તિ જાગ્રત થયેલી છે; (૭) रूपातीत व्यतीतमल, पूर्णानंदी ईस । चिदानंद ताकुं नमत, विनय सहित निज सीस ॥ ८ ॥
જેઓ રૂપાતીત (અરૂપી) છે, જેઓને (કર્મરૂપી) મલ ચાલ્યા ગયે છે, જેમાં પૂર્ણ આનંદવાળા સિદ્ધ – ભગવંત છે તેઓને હં – ચિદાનંદ વિનય સહિત પોતાનું મસ્તક નમાવું છું (૮)
कालज्ञानादिक थकी, लही आगम अनुमान । गुरु किरपा करी कहत हूं, शुचि स्वरोदय ज्ञान ॥ ९ ॥
અને કાલજ્ઞાનાદિ (એટલે કે કાલ, વર્ણ, માન, આકાર અને ફલનાં જ્ઞાન)થી આગમનું (શાસ્ત્રનું) અનુમાન લઈને (કરીને) ગુરુ-કૃપાથી પવિત્ર એવું ( અર્થાત્ શુભ કરે તેવું ) “સ્વરોદય જ્ઞાન” કહું છું. (૯)
સ્વરનો ઉદય स्वरका उदय पिछाणीए, अतिही थिर चित्त धार । ताथी शुभाशुभ कीजिए, भावी वस्तु विचार ॥ १० ॥
(પ્રથમ) ચિત્તને અત્યંત સ્થિર કરીને જે સ્વરનો (પ્રાણ) ઉદય જાણવામાં આવે તો તેના વડે ભવિષ્યની શુભાશુભ વસ્તુને વિચાર કરાય. (૧૦)
નાડી-વિચાર नाडी तो तनमें घणी, पण चौवीश प्रधान । तिनमें दस फुनि ताहुमें, तीन अधिक कर जान ॥ ११ ॥
શરીરમાં નાડીઓ તો ઘણી (૭૨,૦૦૦) છે પણ તેમાં વીસ નાડી મુખ્ય છે. તેમાં પણ દશ નાડીની પ્રધાનતા છે અને તેમાંય વળી ત્રણ નાડી વિશેષ પ્રધાન સમજવી. (૧૧)
૨ નવ !
નાડીઓનાં નામ, સ્થાન વગેરે માટે આ ગ્રંથમાં જ જુઓ - પદ્ય-ક્રમાંક : ૪૩૧ થી ૪૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org