________________
સ્વરાય જ્ઞાન
इंगला पिंगला सुखमना, ये तीनूंके नाम ।
भिन्न भिन्न अब कहत हूं, ताके गुण अरु धाम ॥ १२ ॥ એ ત્રણ નાડીનાં નામ - ઇંગલા(ઇંડા), પિંગલા અને સુષુમ્જા છે. એ ત્રણેનાં જુદાં જુદાં ગુણ અને સ્થાન હવે હું કહું છું. (૧૨)
19
નાડીના ગુણ તથા ધામ
भृकुटी चक्रसं होत हैं, स्वासाको परकास । वंकनालके ढिग थइ, नाभी करत निवास ॥ १३ ॥
બ્રટિ-ચક્ર( આજ્ઞાચક્ર )થી શ્વાસના ઉદ્દભવ થાય છે અને તે વેંકનાલ( બ્રહ્મનાડી )માંથી પસાર થઈ નાભિમાં નિવાસ કરે છે. (૧૩)
नाभीतें फुनि संचरत, इंगला पिंगला धाम । दक्षण दिश हैं पिंगला, इंगला नाडी वाम ॥ १४ ॥
તે શ્વાસ નાભિથી પાછા ઇંગલા(ઇડા) અને પિંગલાનાં સ્થાનમાં સંચાર કરે છે. જમણી તરફની નાડી પિંગલા છે અને ડાબી તરફની નાડી તે ઇંગલા(ઇડા) છે. (૧૪)
इण दोउंके मध्य में, सुखमन नाडी जोय । सुखमनके परकासमें, स्वर फुनि चालत दोय ।। १५ ।।
આ બંનેની મધ્યમાં સુષુમ્હા નાડી છે. સુષુમ્હાના ઉદય વખતે અને નસકેારામાંથી સ્વર(શ્વાસ) ચાલતા હેાય છે. (૧૫)
સ્વરોદયની વ્યાખ્યા
डाबा स्वर जब चलत हैं, चंद उदय तब जान । जब स्वर चालत जीमणो, उदय होत तब भान ॥ १६ ॥
જ્યારે ડાખા સ્વર ચાલતો હોય ત્યારે ચન્દ્રનાડીના ઉદય જાણવા અને જ્યારે જમણા સ્વર ચાલતા હોય ત્યારે સૂર્યનાડીના ઉદય જાણવા. (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org