________________
પ્રકૃતિ સાથેના મિલનનું ફળ માનીએ કે વિચ્છેદનું, પરંતુ આ વિશુદ્ધ ચૈતન્યને પૂર્ણ પ્રકાશ છે. સ્વ-સ્વરૂપનું અનુસંધાન છે અને તેનાથી મહાન મનુષ્ય માટે કોઈ ઉદ્દેશ નથી તે નિર્ણયમાં બે મત નથી.
આ ગ્રંથમાં આસન, બંધ, મુદ્રા, પંચવાયુ, પંચ પ્રધાન બીજે, કુંડલિની શક્તિનું ઉત્થાન, યોગક્રિયાઓ વગેરે અનેક સાધના માર્ગ માટે આવશ્યક પદાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લેખમાં તેને નિર્દેશ કરવામાં આવ્યો નથી. કારણ કે તેને આશય રવોદય જ્ઞાન કેવી રીતે મનુષ્યને જીવનના વ્યવહારમાં સહાયભૂત થાય છે તે, તથા યોગની દ્રષ્ટિએ આધ્યાત્મિક વિકાસમાં તેના અભ્યાસનું જે મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેની યથાર્થતા સમજાવવાનું છે. વિકાસલક્ષી જીવન જીવવાની એક કળા સ્વરોદય જ્ઞાનમાં પડેલી છે તે કળાના સ્વરૂપ ઉપર યથાશકિત પ્રકાશ પાડવાનો છે.
અંતમાં ચિદાનંદજીએ સાધકને સાવધાન કરવા કહ્યું છે. “સ્વર” ના પૃથ્વી વગેરે તત્વનું નિરૂપણ સંજ્ઞારૂપ છે. દા. ત. “સંજ્ઞા છે. તેને આશય પરમાત્મા ભાવની અનુભૂતિ પ્રતિ સંકેત કરવાનું છે. “” ને માત્ર શાબ્દિ અર્થ દર્શાવવા નથી. તે મુજબ આ ગ્રંથમાં ભૌતિક પંચતની લીલાનું રવરૂપ લૌકિક સુખમાં રાચવા માટે કરવામાં નથી આવ્યું, પરંતુ જીવન માટે જે બંધન કરનારું રહસ્ય છે તેને સમજીને તેની મેહમયી જાળમાંથી મુક્ત થઇને તસ્વાતીત તેવા આત્મતત્તવમાં અહમ ને લીન કરવા માટે ઉપદેશવામાં આવ્યું છે.
સ્વદય જ્ઞાનના નિરૂપણમાં ગ્રંથકારનું આ મુખ્ય પ્રયોજન છે તેથી તે સંકેતમાં અટવાઈ નહીં જવાનું પણ સંકેતના આશયને તેઓ ગ્રહણ કરવાનું કહે છે. રવોદયને ગર્ભિત ભાવાર્થ સ્પષ્ટ કરવા માટે કરવામાં આવેલી આ વિચારણું સ્વયં પણ શબ્દરૂપ હોવાથી સંકેત રવરૂપ જ છે. જેનો નિર્દેશ કરવાને આ નમ્ર પ્રયાસ છે તે સ્વાનુભૂતિ પ્રતિ પ્રયાણ કરવાની વાચકમાં અભિરુચિ પ્રગટે એ જ અભ્યર્થના.
ત” ઈરલા બ્રીજ, ૧૫, સ્વામી વિવેકાનન્દ રેડ, વિલે-પારલે (પશ્ચિમ),
ચન્દ્રકાન્ત અમૃતલાલ દેશી મુંબઈ-૪૦૦ ૦૫૬. તા. ૧-૮-૧૯૮૬
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org