________________
જો ગર્ભ સંબંધી પ્રશ્ન કરતી વખતે સૂર્યસ્વરમાં આકાશ તત્ત્વ ચાલતું હોય તો નપુંસકની તથા ચંદ્રસ્વરમાં આકાશ તત્વ ચાલતુ હોય તે વંધ્યા જેવી પુત્રીની ઉત્પત્તિ કહેવી.
ને કેઈ સુખમના સ્વરમાં ગર્ભને પ્રશ્ન કરે તે કહેવું કે બે દીકરી જન્મશે.
જે કઈ બંને સ્વરે ચાલતી વખતે ગર્ભવિષયક પ્રશ્રન કરે તથા તે સમયે જે ચંદ્રવર તેજ ચાલતો હોય તે કહી દેવું કે બે કન્યા થશે તથા જે સૂર્યસ્વર તેજ ચાલતો હોય તે કહી દેવું કે બે પુત્ર થશે.
બીજા આવશ્યક વિષને વિચાર કેઈ ઠેકાણે જવાની વખતે અથવા ઉંઘમાંથી ઉઠીને બીછાનાથી નીચે પગ મૂકતી વખતે જે ચંદ્રસ્વર ચાલતો હોય તથા ચંદ્રમાનોજ વાર હેય તો પહેલાં ચાર પગલાં ડાબી બાજુથી ચાલવું જોઈએ.
જે સૂર્યને વાર હોય તથા સૂર્યસ્વર ચાલતો હોય તો ચાલતી વખતે પ્રથમ ત્રણ પગલાં દક્ષિણ પગથી ચાલવું.
જે મનુષ્ય તત્વની ઓળખાણ કરી પોતાનાં સર્વ કામ કરશે તેના સર્વ કામ અવશ્ય સિદ્ધ થશે.
પશ્ચિમ દિશા જલ તત્ત્વરૂપ છે, દક્ષિણ દિશા પૃથ્વી તત્વરૂપ છે, ઉત્તર દિશા અગ્નિ તત્વરૂપ છે, પૂર્વ દિશા વાયુ તત્ત્વરૂપ છે તથા આકાશની સ્થિર દિશા છે.
જય. તુષ્ટિ, પુષ્ટિ, રતિ ખેલવું કૂદવું અને હાસ્ય એ છ અવસ્થા ચંદ્રસ્વરની છે.
વર, નિદ્રા, પરિશ્રમ અને કંપન એ ચાર અવસ્થા જ્યારે ચંદ્રસ્વરમાં વાયુ તત્વ તથા અગ્નિ તત્વ ચાલતાં હોય તે સમયે શરીરમાં હોય છે.
જ્યારે ચંદ્રસ્વરમાં આકાશ તત્વ ચાલે છે ત્યારે આયુષ્યને ક્ષય તથા મૃત્યુ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org