________________
22
જે સૂર્યસ્વર ચાલતું હોય ને તે બાજુથી આવીને કોઈ પ્રશ્ન કરે કે ગર્ભવતી સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી થશે તો કહેવું કે પુત્ર થશે.
જે સુખમના સ્વર ચાલતી વખતે કઈ આવીને પ્રશ્ન કરે કે ગર્ભવતી સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી થશે તે કહેવું કે નપુંસક જન્મશે.
જે આપણે સૂર્યસ્વર ચાલતો હોય તથા તે બાજુથી આવીને કઈ ગર્ભ વિષે પ્રશ્ન કરે અને પ્રશ્ન કરનારને ચંદ્રસ્વર ચાલતું હોય તે કહેવું કે પુત્ર થશે. પણ તે જીવશે નહીં. - જે આપણો તથા પ્રશ્ન કરનાર બંનેને સૂર્યસ્વર ચાલતું હોય તે કહેવું કે પુત્ર જન્મશે અને તે ચિરંજીવી થશે.
જે આપણે ચદ્રસ્વર ચાલતું હોય અને પ્રશ્રન કરનારને સૂર્યસ્વર ચાલતો હોય તો કહેવું કે પુત્રી થશે, પણ તે જીવશે નહીં.
આ બન્નેને (આપણે અને પ્રશ્ન કરનારને) ચંદ્રસ્વર ચાલતા હોય તે કહેવું કે પુત્રી થશે તથા તે દીર્ધાયુષી થશે.
જે સૂર્યસ્વરમાં પૃથ્વી તત્વમાં તથા તે દિનને માટે કઈ ગર્ભ સંબંધી પ્રશ્ન હોય તે કહેવું કે પુત્ર થશે તથા તે રૂપવાન, રાજ્યવાન અને સુખી થશે.
જે સૂર્ય સ્વરમાં જલતત્ત્વ ચાલતું હોય અને તેમાં કેઈ ગર્ભ સંબંધી પ્રશ્ન કરે તે કહેવું કે પુત્ર થશે તથા તે સુખી, ધનવાન અને છ રસને જોક્તા થશે.
જે ગર્ભ સંબંધી પ્રત્રન કરતી વખતે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્વ અને જલ તત્વ ચાલતાં હોય તે કહેવું કે પુત્રી થશે તથા તે ઉપર લખ્યાં લક્ષણવાલી થશે.
જે ગર્ભ સંબંધી પ્રશ્ન કરતી વખતે ચંદ્રસ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે કહેવું કે ગર્ભ પડી જશે તથા જે સંતતિ થશે તે તે જીવશે નહીં.
જે ગર્ભ સંબંધી પ્રકન કરતી વખતે ચંદ્વસ્વરમાં વાયુ તત્વ ચાલતું હોય તો કહેવું કે કાં તે પિંડાકૃતિ થશે અથવા ગર્ભ ગલી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org