________________
24
પાંચે તત્ત્વના મલવાથી ચ`દ્રસ્વરની ઉપર જણાવેલી ખાર અવસ્થા થાય છે.
જો પૃથ્વી તત્ત્વ ચાલતું હાય તે જાણવું કે પૂછનારના મનમાં મૂલની ચિંતા છે.
જો જલતત્ત્વ અને વાયુ તત્ત્વ ચાલતાં હાય તે જાણવું કે પૂછનારના મનમાં જીવ સંબંધી ચિંતા છે. અગ્નિ તત્ત્વમાં ધાતુની ચિંતા જાણવી.
આકાશ તત્ત્વમાં શુભ કામની ચિંતા જાણવી. પૃથ્વી તત્ત્વમાં બહુ પગવાલાની ચિંતા જાણવી, જલ અને વાયુ તત્ત્વમાં એ પગવાલાની ચિંતા જાણવી. અગ્નિ તત્ત્વમાં ચાર પગવાલાની ચિંતા જાણવી.
આકાશ તત્ત્વમાં પગ વિનાના પદાર્થની ચિંતા જાણવી. વિ, રાહુ, મંગલ અને શનિ એ ચાર સૂર્યસ્વરનાં પાંચે તત્ત્વનાં સ્વામી છે.
ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વના સ્વામી બુધ, જલ તત્ત્વના સ્વામી ચંદ્ર, અગ્નિ તત્ત્વના સ્વામી શુક્ર અને વાયુ તત્ત્વના સ્વામી ગુરુ છે. એ વાસ્તે પોતપોતાના તત્ત્વમાં એ ગ્રહ અથવા વાર શુભ ફલદાયક થાય છે.
પૃથ્વી આદિ ચારે. તત્ત્વમાં અનુક્રમે મીઠે, કષાયેલા, ખારા અને ખાટે એ ચાર રસ છે, એ વાસ્તે જે વખતે જે રસની ખાવાની ઈચ્છા થાય તે વખતે તે તત્ત્વ ચાલે છે એમ સમજવું.
અગ્નિ તત્ત્વમાં ક્રોધ, વાયુ તત્ત્વમાં ઈચ્છા તથા જલ અને પૃથ્વી તત્ત્વમાં ક્ષમા અને નમ્રતા આદિ યતિધર્મરૂપ દેશ ગુણ ઉત્પન્ન થાય છે.
શ્રવણ, ધનિષ્ઠા, રોહિણી, ઉત્તરાષાઢા, અભિજિત, જ્યેષ્ઠા અને અનુરાધા એ સાત નક્ષત્ર પૃથ્વી તત્ત્વનાં છે તથા શુભ લદાયી છે. મૂલ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, આર્દ્ર પૂર્વાષાઢા, શતભિષા અને આશ્લેષા એ સાત નક્ષત્ર જલતત્ત્વનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org