________________
ચંદ્રસ્વરમાં પૂર્વ અને ઉત્તર દિશા તરફ પરદેશ જવું તે ઠીક નથી. સૂર્યસ્વરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ પરદેશ જવું તે ઠીક
નથી.
ઊર્વ દિશા ચંદ્રસ્વરની છે, તે માટે ચંદ્રસ્વરમાં પર્વત આદિ ઊર્ધ્વદિશામાં જવું સારું છે.
પૃથ્વી નીચેના ભાગને સ્વામી સૂર્ય છે, તે માટે સૂર્યસ્વરમાં પૃથ્વીની નીચેના ભાગમાં જવું સારું છે, પરંતુ સુખમના સ્વરમાં ત્યાં જવું ઠીક નથી.
પરદેશમાં રહેલ મનુષ્યના વિષયમાં પ્રશ્ન-વિચાર પ્રશ્ન કરતી વખતે જે સ્વરમાં જલ તત્ત્વ ચાલતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તે (પરદેશાં ગયેલ માણસ) સર્વ કાર્યો સિદ્ધ કરીને તુરત આવશે.
જે પ્રશ્ન કરતી વખતે સ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તે પ્રકન કરનારને કહેવું કે તે (પરદેશમાં ગયેલ માણસ) ઠેકાણે બેઠેલ છે અને તેને કઈ વાતની ચિંતા નથી.
જે પ્રશ્ન કરતી વખતે વાયુ તત્વ ચાવતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તે (પરદેશમાં ગયેલ માણસ) તે સ્થલેથી બીજે સ્થલે ગયે છે અને તેના હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ રહી છે.
જે પ્રશ્ન કરતી વખતે અગ્નિ તત્વ ચાલતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તેના પરદેશ ગયેલ માણસના શરીરમાં રોગ છે.
જે પ્રશ્નન કરતી વખતે સ્વરમાં આકાશ તત્ત્વ ચાલતું હોય તો પ્રશ્રન કરનારને કહેવું કે તે (પરદેશ ગયેલ) પુરુષ મરી ગયે.
વરે દ્વારા ગર્ભસંબંધી પ્રશ્ન-વિચાર જે ચંદ્રસ્વર ચાલતો હોય તથા તે બાજુથી આવીને કોઈ પ્રશ્ન કરે કે ગર્ભવતી સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી થશે તે કહેવું કે પુત્રી થશે.
intri
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org