________________
પ્રાણાયામ ધ્યાનનું અંતિમ સ્વરૂપ લીનભાવ તે જ્ઞાનસમાધિ છે. વસ્તુતઃ સ્વરોદય શાસ્ત્રનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું હોવાથી આ સ્વરૂપનું ચિંતન તે અર્થે ઉપકારક નથી પરંતુ પ્રાણાયામ ધ્યાનની ચરમ સ્થિતિ તરીકે અને વિષયની સમાપ્તિ માટે તે આવશ્યક છે.
નાદ અને જ્યોતિના અનુભવમાં વિરામ પામેલું ચિત્ત નાદાનુસંધાન કરીને અનાહત નાદનું શ્રવણ કરે છે તથા પ્રશાંતભાવમાં વહન કરે છે ત્યારે, કર્મક્ષય થવાથી ચૈતન્ય વિશુદ્ધ થાય છે. બુદ્ધિને સત્યમાં પ્રતિષ્ઠા પામેલી પ્રજ્ઞામાં ઉદય થાય છે. આ ગ્રંથકારે જણાવ્યું છે તેમ અનાહત દેવની સેવા કરનારને તે દેવ અનેક પ્રકારની ઋધિ દેખાડે છે અને તેનું અદ્ભુત રૂપ સાધકની દૃષ્ટિમાં આવે છે. એટલે અંશે આંતર જગતને વિકાસ થાય તેટલા અંશે બાહ્ય જગત ઉપરનો સાધકને અધિકાર વૃદ્ધિ પામે છે. એક ધન્ય પળે, આંતરિક જગત પૂર્ણ વિકાસ પામે છે ત્યારે બાહ્ય જગત અને આંતરિક જગત એવા ભેદ સાધક માટે રહેતા નથી અને અભેદની સમાન અવસ્થા ઉત્પન્ન થાય છે, પરંતુ ત્યારે સાધકનું લક્ષ્ય માત્ર અનુભવગમ્ય એવી આ અભુત અધિઓ પ્રતિ લેશ પણ આકર્ષતું નથી પરંતુ તે સ્વાત્મામાં જ કેન્દ્રિત રહે છે. ચિત્તમાં વીતરાગભાવને પૂર્ણ વિકાસ થયો હોય તો આ શકય બને છે.
બ્રહ્મરંધ્ર પ્રાણનું સ્થાન છે અને કુંડલિની શકિત પ્રાણનો આશ્રય લઈને આ સ્થાનમાં આરોહણ કરે છે. ત્યારે ક્રીડા કરવા માટે ઉત્પન્ન થયેલાં મન, પ્રાણ વગેરે સર્વ શકિતવિશેષો અનાહત નાદના આશ્રમમાં લીન થઈ જાય છે. આ લીનભાવ પ્રાણાયામ ધ્યાનનું પરમ વિરૂ૫ છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય સવે મહાભાવમાં અદશ્ય થઈ જાય છે. સર્વસમન્વયાત્મક અદ્વૈત દષ્ટિ એક જ પરમ શકિતમાં વિશ્વાસ કરે છે તેથી સર્વ સંજ્ઞાઓ જેમાં અદશ્ય થઈ જાય છે તેવા આ લીનભાવનું જ્યારે પુરુષ અને પ્રકૃતિ એક રૂપે થતાં અંતિમ સમાગમમાં જે અનુભવ થાય છે તેનું. બ્રહ્મભાવના પ્રકાશ તરીકે નિરૂપણ કરે છે. પિંઠસ્થ ધ્યાન દ્વારા આત્માનો પિંડથી પૃથક્ અનુભવ કરવા માટે દૈતમાં વિશ્વાસ કરતી જેનદષ્ટિ, ભેદ વિજ્ઞાનને વિકાસ કરીને આ પરમ અનુભવમાં, કમક્ષય અને તેના પરિણામે પ્રકૃતિના સમાગમને નહીં પરંતુ આસંગમુકિતને નિહાળે છે. તથા તેના ફળસ્વરૂપે થતા આત્મદર્શનને વર્ણવે છે. વસ્તુતઃ ઘટના એક જ છે પરંતુ તેનું અર્થઘટન બદલાય છે. અંતિમ પ્રાપ્તિને
23
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org