________________
ઉપર કહેલ રીતિથી થોડા દિવસ સુધી સાધન કરવું જોઈએ. કેમકે અભ્યાસથી મનુષ્યને તનું જ્ઞાન થવા લાગે છે અને તેનું જ્ઞાન થવાથી તે પુરુષ શુભાશુભ કાર્ય શીવ્રતાથી જાણી શકે છે.
વરમાં પ્રગટ થયેલ તત્ત્વો દ્વારા વર્ષફલ જાણવાની રીતિ
હમણાં કહ્યું કે પાચે તનું જ્ઞાન થયાથી મનુષ્ય થવાવાળાં કાર્યો જાણી શકે છે. એ નિયમને અનુસારે પાંચે તત્ત દ્વારા વર્ષમાં થવાવાઇ શુભાશુભ ફળ પણ જાણી શકે છે. તે જાણવાની રીત નીચે મુજબ છે.
જે વખતે મેષની સંક્રાંતિ લાગે તે વખતે શ્વાસને રેકીને સ્વરમાં કયું તત્ત્વ ચાલે છે તે જોવું જોઈએ. જે ચંદ્રસ્વરમાં પૃથ્વીતત્વ ચાલતું હોય તે જાણી લેવું કે જમાને બહુ શ્રેષ્ઠ થશે અર્થાત્ રાજા અને પ્રજા સુખી રહેશે. પશુઓને માટે ઘાસ વગેરે ઘણું થશે તથા રોગ અને ભય વગેરેની શાંતિ રહેશે ઈત્યાદિ.
જે તે વખતે ચંદ્રસ્વરમાં જલતત્વ ચાલતું હોય તે જાણવું કે વરસાદ બહુ થશે, પૃથ્વી ઉપર અન્ન ઘણું થશે, પ્રજા સુખી રહેશે, રાજા અને પ્રજા ધર્મના માર્ગે ચાલશે, પુણ્ય, દાન, ધર્મની વૃદ્ધિ થશે સર્વ પ્રકારે સુખસંપત્તિ વધશે ઈત્યાદિ.
જે તે વખતે સૂર્યસ્વરમાં પૃથ્વી અને જલ તત્વ ચાલતાં હોય તે જાણી લેવું કે કાંઈક ઓછું ફલ થશે.
જે તે વખતે બંને સ્વરેમાંથી ગમે તે સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે જાણવું કે વરસાદ કમતી થશે રેગ પીડા અધિક થશે, દુભિક્ષ, થશે, દેશ ઉજડ થશે તથા પ્રજા દુઃખી થશે ઈત્યાદિ.
જે તે વખતે ગમે તે સ્વરમાં વાયુતત્ત્વ ચાલતું હોય તે જાણવું કે રાજ્યમાં કાંઈક વિગ્રહ થશે, વરસાદ થેડે થશે, જમાને સાધારણ થશે તથા પશુઓને માટે ઘાસ-ચાર પણ છેડે થશે ઈત્યાદિ.
જે તે વખતે આકાશ તત્ત્વ ચાલતું હોય તે જાણી લેવું કે બહુ ભારી દુભિક્ષ થશે તથા પશુઓ માટે ઘાસ આદિ કાંઈ પણ નહીં થાય ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org