________________
17
વર્ષફલને જાણવાની બીજી રીતિ જે ચૈત્ર સુદિ પડવાને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તો એ ફલ જાણવું કે વરસાદ બહુ થશે, જમાનો શ્રેષ્ઠ થશે, રાજા અને પ્રજામાં સુખસંચાર થશે તથા કેઈ પ્રકારને ભય કે ઉત્પાત આ વર્ષમાં નહીં થાય ઈત્યાદિ.
જે તે દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં જલ તત્વ ચાલતું હોય તે એ ફલ જાણવું કે આ વર્ષ અતિ શ્રેષ્ઠ છે અર્થાત આ વર્ષમાં વરસાદ, અન્ન અને ધર્મની અતિશય વૃદ્ધિ થશે. તથા સર્વ પ્રકારે આનંદ રહેશે ઈત્યાદિ.
જે તે દિવસે પ્રાતઃકાલે સૂર્યસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હોય તે મધ્યમ ફલ જાણવું.
જે તે દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં કે સૂર્યસ્વરમાં અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તત્વ ચાલતાં હોય તો તેનું ફલ આ પ્રમાણે સમજી લેવું કે પૂર્વે મેષ સંક્રાંતિના વિષયમાં લખાઈ ગયેલું છે તે પ્રમાણે જે સૂર્યસ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે જાણવું કે પ્રજામાં રેગ અને શેક થશે. દુભિક્ષ પડશે તથા રાજાના ચિત્તને આનંદ નહીં રહે છત્યાદિ.
જે સૂર્યસ્વરમાં વાયુતત્વ ચાલતું હોય તે સમજવું કે રાજ્યમાં કાંઈક વિગ્રહ થશે અને વૃષ્ટિ થેડી થશે તથા જે સૂર્યસ્વરમાં સુખમના ચાલે તે જાણવું કે પિતાનું મૃત્યુ થશે અને છત્રભંગ થશે તથા કેઈકેઈ ઠેકાણે થોડું અન્ન અને ઘાસ થશે અને કઈ કઈ ઠેકાણે બિલકુલ નહીં થાય ઈત્યાદિ.
વર્ષફલ જાણવાની ત્રીજી રીતિ જે માઘ સુદિ સાતમ અથવા અક્ષય તૃતીયાના પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હોય તે અગાઉ કહ્યા મુજબ શ્રેષ્ઠ ફલ છે એમ જાણી લેવું.
જે તે દિને પ્રાતઃકાલે અગ્નિ આદિ ત્રણ તત્ત્વ ચાલતાં હોય તો પૂર્વ કહ્યા મુજબ નિકૃષ્ટ ફલ છે એમ જાણું લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org