________________
પ્રકૃતિમાં શક્તિ સ્વરૂપે પ્રાણ તથા ચૈતન્ય રૂપે રહેલી જ્ઞાન અને ક્રિયાની શક્તિઓનો, બે સ્તર પર થતાં સમાંતર, ક્રમિક તથા પરસ્પરના પ્રભાવથી થતા ઊંવગામી વિકાસનું અન્ને નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્મિક વિકાસ માટે પ્રાણશક્તિની શુદ્ધિ, નિયમન તથા તેનું સાધનામાં યોજન કેટલું મહત્વનું છે અને તે અર્થે સ્વરોદયનું જ્ઞાન કેવી રીતે સહાયભૂત થાય છે તે દર્શાવવું એ તેનું પ્રયોજન છે.
નોંધપાત્ર હકીકત એ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા બને નાસિકામાંથી થાય છે છતાં ચંદ્રનાડીમાં થતા સ્વરેાદયને જ ધ્યાનને અનુરૂપ માનવામાં આવ્યો છે. અને તે સ્વરના તસ્કુરણ સાથે ભાવના-રફુરણનો સંબંધ આ ગ્રંથકારે તથા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ “મહાદેવ રતોત્ર” માં દર્શાવ્યો છે. ચંદ્રનાડી સૌમ્ય, અમૃત સ્વરૂપિણું અને સ્થિર કાર્યોને યોગ્ય છે. તથા સૂર્યનાડી રૌદ્ર સ્વરૂપિણી, ચર તથા ક્રૂર કાર્યોને સુયોગ્ય માનવામાં આવી છે. તેથી ધ્યાનને ઉપકારક મન તથા પ્રાણના સંબંધથી થતા ભાવોદયને જ દર્શાવવાનું શાસ્ત્રકારને ઈષ્ટ જણાયું હોય તે સંભવ છે. આ સંદર્ભમાં મળી આવતા કેટલાક ઉલ્લેખો તપાસી જોઈએ:
ક્ષાન્તિ .
૨૫૨ મી કડી ૨૬૦ મી કડી મહાદેવ સ્તોત્ર શ્લોક ૧ પૃથ્વી (ક્ષિતિ) જય-તુષ્ટિ ક્ષમાદિ ગુણે ૩૨-૩૪
પુષ્ટિ ૨ જલ રતિ, ક્રીડા, હાસ્ય, – શાંતિ, પ્રસન્નતા ૩ અગ્નિ જવર, નિદ્રા ધાદિ કષાયો યોગ ૪ વાયુ (પવન) પ્રયાસ, કંપ ઇચ્છઓ નિઃસંગતા ૫ આકાશ ગતાયુ, મૃત્યુ – અલિપ્તતા
દેખીતી રીતે બને ગ્રંથોમાં દર્શાવેલા તત્વ તથા ભાવના સંબંધોમાં મેળ બેસે તેમ નથી. આ ગ્રંથકારે સામાન્ય સાધકના સંદર્ભમાં તત્ત્વ–ભાવ સંબંધને વિચાર કર્યો હોય તે સંભવિત છે કારણ કે તેમાં મન તથા દેહ બંનેને અનુલક્ષીને વિચાર થયો હોય તેમ જણાયું છે. ત્યારે “મહાદેવ સ્તોત્ર'નું યોગસિદ્ધિ પુરુષના ચિત્તમાં સહજ ઉદય પામતા તત્વ-ભાવના સંબંધોને એટલે કે આદર્શ માનવામાં આવેલા પરિણમનને જ દર્શાવવામાં આવ્યાં હોય તે સંભવિત છે.
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org