________________
11
પ્રધાન માનેલી છે. તેનાં નામ ઈંગલા, પિંગલા અને સુષુમણા (સુખમના) છે. તેનું વર્ણન આગલ કરવામાં આવશે,
યાદીમાં રાખવું જોઈ એ કે બ્રૂની વચમાં જે ચક્ર છે ત્યાંથી શ્વાસના પ્રકાશ થાય છે . અને પાછલી વંકનાલમાં થઇને નાભિમાં જઈ સ્થિર થાય છે.
દક્ષિણ અર્થાત્ જમણી બાજુ જે શ્વાસ નાક દ્વારાએ નીકળે છે તેને પિંગલા નાડી કે સૂર્યસ્વર કહે છે. વામ અર્થાત્ ડાબી બાજુ જે શ્વાસ નાકદ્વારાએ નીકળે છે તેને ઇંગલા (ઇંડા ) નાડી કે ચંદ્રસ્વર કહે છે અને અને તરફ અર્થાત્ નાસિકાની જમણી અને ડાબી એમ બંને માજુ သူ့ શ્વાસ નીકળે છે તેને સુખમના નાડી કહે છે. આમાં જયારે ડાબી બાજુ સ્વર ચાલે ત્યારે ચંદ્રના ઉદય જાણવા અને જ્યારે જમણી બાજુ સ્વર ચાલે ત્યારે સૂર્યના ઉદય જાણવા.
શીતલ અને સ્થિર કાર્ય ચંદ્રસ્વરમાં કરવાં જેવાં કેઃ-નવા મંદિરનું બનાવવું, નવા મંદિરના પાયાનું ખેાદાવવું, મૂર્તિની પ્રતિષ્ઠા કરવી, મૂલ નાયકની મૂતિને સ્થાપિત કરવી, મંદિર પર દંડ તથા કલશનું ચડાવવું, ઉપાશ્રય, ધર્મશાળા, દાનશાલા, પુસ્તકાલય, ઘર, હાટ, મહેલ અને ગઢનું મનાવવું, સંઘની માલાનું પહેરાવવું, દાન દેવું, દીક્ષા દેવી, યજ્ઞાપવિત દેવું, નગરમાં પ્રવેશ કરવા, નવા મકાનમાં પ્રવેશ કરવા, લુગડાં અને ઘરેણાંનું કરાવવું અથવા મોલ્સ ( કિંમત ) લેવું, નવાં ઘરેણાં તથા લુગડાનું પહેરવું, પદવી લેવી. ઔષધિ બનાવવી, ખેતી કરવી, ભાગ, બગીચા બનાવવા, રાજા વગેરે મોટા મોટા પુરુષાની સાથે મિત્રતા કરવી, રાજ્યસિંહાસન પર બેસવું, ચેાગાભ્યાસ કરવા ઇત્યાદિ. તાત્પર્ય એ છે કે આ સર્વ કાર્યા ચંદ્રસ્વરમાં કરવાં જોઈ એ, કેમકે ચંદ્રસ્વરમાં ઉપરનાં કાર્યા કરવાથી સુખકારી થાય છે,
ક્રૂર અને ચર કાર્યને સૂર્યસ્વરમાં કરવાં જોઈ એ. જેવાં કે;-વિદ્યા શિખવાના પ્રારંભ કરવા, ધ્યાન સાધવું, મંત્ર તથા દેવની આરાધના કરવી, રાજા કે હાકમને અરજ કરવી, વકીલાત અથવા મુખત્યારી લેવી, વૈરીની સાથે મલતાપણું કરવું, સર્પનું વિષ તથા ભૂતનું ઉતારવું, રોગીને દવા દેવી, વિઘ્નની શાંતિ કરવી, કષ્ટવાળી સ્ત્રીને ઉપાય કરવા, હાથી, ઘેાડા, રથ વગેરે લેવાં, ભેાજન કરવું, સ્નાન કરવું, સ્ત્રીને રુતુદાન દેવું, નવી વહી લખવી, વ્યાપાર કરવેા, રાજાના શત્રુની સાથે લડાઈ કરવા જવું, વડાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org