________________
સ્વરોદયનું અનુમાનજ્ઞાન શાસ્ત્રના આધારે શ્વાસનું પરીક્ષણ કરવાથી થાય છે. નાડી–પવનના સંગમાં સાધના થાય તો તે શીઘ્રતાથી ફળદાયી બને છે. પ્રાણાયામ ધ્યાનના ચતુથ સ્વરૂપ શાંતિક દ્વારા ઉપશાંત થયેલું મન, ધ્યાનની પૂર્વભૂમિકા સિદ્ધ કરીને, મનોમય જગતમાં પ્રવેશ કરે છે.
મનનું સ્પંદન પ્રાણુ અને પ્રાણનું સ્પંદન મન છે. ચિત્તની શક્તિ સ્થૂળભાવ પામીને પ્રાણરૂપે દેહમાં સર્વત્ર વ્યાપ્ત બને છે. પ્રાણશક્તિના અભાવમાં મન હોઈ શકે નહીં એ સ્પષ્ટ છે. કારણ કે તે બન્ને રથ અને સારથિના ભાવે વિહરે છે. આ પ્રાણશક્તિનું એટલે સ્વરનું તરવસ્વરૂપ શ્વાસની જેમ, આજ્ઞાચક્રમાં પણ સ્કુરાયમાન થતું હોય છે. શ્વાસના માધ્યમથી પ્રાણશક્તિનો પ્રભાવ ભૂમયે કેવી રીતે પ્રસાર પામે છે તે વિજ્ઞાને અમુક અંશે પારખ્યું છે. પ્રાણશક્તિના તત્વ તથા વર્ણયુક્ત સ્વરૂપને ફુરણને ભાસ, યોનિ મુદ્રામાં ચિત્તની ધારણા સ્થિર કરવાથી, અમુક અંશે થઈ શકે છે.
ચિત્ત સ્વયં જ્ઞાન છે અને જ્ઞાતા પણ છે. અર્થાત જે જાણે છે અને જેમાં જાણવાની ક્રિયા થાય છે તે જુદા નથી છતાં ચિત્ત અલગ થઈને વિચારની ક્રિયાનું અવલોકન કરી શકે છે. આ દ્વિવિધ શક્તિનો-ચિત્તની વિશેષતાને સાધનામાં વિનિયોગ કરવાનો હોય છે. - મંત્રજાપ કરતાં ચિત્ત જે શ્રેયાકારને પસંદ કરે, પછી તે અરિહંત પરમાત્માનું સ્વરૂપ કે તે સ્વરોદયના અભ્યાસ, દઢ શ્રદ્ધા અને પ્રીતિ તેમાં જોડાય ત્યારે જ યાકાર વિષયનું યાકારમાં પરિણમન થાય છે. આવી રીતે સ્વયં પરિણમવું–ચેયમાં તન્મય અને તદૂપ થવું તે ચિત્તનો સ્વભાવ છે. ચિત્ત જે વિષય ગ્રહણ કરે તેમાં એકાકાર થવા પ્રયત્ન કરતું હેય છે પરંતુ અતિશય ચંચળતાને કારણે વિષયને અનુરૂપ આકાર ઘડાય, એમાં એ ઢળે, ત્યાર પહેલાં, વિષય બદલાઈ જતો હોવાથી તે બેય સ્વરૂપે થવામાં સફળ થતું નથી.
ગુરુએ આપેલા મંત્રના જાપથી ચિત્ત માટે તે મંત્રના અર્થ તથા ભાવમાં રમમાણ થવાને ભક્તિને વિષય, સુનિશ્ચિત થાય છે. ધારણ શક્તિના વિકાસ માટે આ મહત્વનું છે. મંત્ર અસંખ્ય છે, અને તેના શબ્દાર્થ, ભાવાર્થ અને અર્થ રહો અનેક રૂપે વર્ણવાય છે અને ચિંતનરૂપે સાધકમાં પ્રકાશ પામે છે પરંતુ, સર્વમંત્રને સાર એક જ છે અને તે છે આત્મા. તેથી સ્વાત્મભાવન માટે સ્વરોદય સાધનાના આ ગ્રંથમાં જણાવેલા ઉપાયમાં “સે હમ'ને જાપ સૌથી સરળ છે. (હું આ પિંડ નથી પણ
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org