________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ્વેદમાં પ્રદર્શિત થયેલા ક્રાન્તિકારી વિચારે
વિશ્વનાથ જી. શારી
ભારતીય આર્ય સંસ્કૃતિને એના મૂળ સ્વરૂપમાં નિહાળવી હોય તે આપણે આપણી સંસ્કૃતિના આદિસ્રોત ઋદ તરફ દષ્ટિપાત કરવા પડશે. “પેલોડલિતો ધમૈમૂનમ્”—વેદ બધા જ ધર્મોનું મૂળ છે. ભગવાન મનુ વેદના મહત્ત્વને દર્શાવતાં કહે છે કે
योऽनधीत्य द्विजो वेदं अन्यत्र कुरुते श्रमम् । ।
स जीवन्नेव शूद्रत्वमाशु गच्छति सान्वयः ॥ અન્યત્ર મનુ ભગવાને કહ્યું છે કે –
वेदमेव सदाऽभ्यसेत् तपस्तपस्यन द्विजोत्तमः । वेदाभ्यासो हि विप्रस्य परमं तपमुच्यते ॥
આનાથી સાબિત થાય છે કે પ્રાચીનકાળમાં વેદાભ્યાસનું કેટલું મહત્ત્વ હતું. પરંતુ આજે વિદ વિષેની સિદ્ધ વ્યક્તિઓ યત્ર-cત્ર ચ દૃષ્ટિગોચર થાય છે.
આજના સમયે પ્રાપ્ત થતા ઋગવેદની શાકલ શાખાની સંહિતા જ ઉપલબ્ધ થાય છે. જેમાં ૧૦૧૭ સુતે છે અને ૧૦ મંડળમાં આ વેદ વિભાજિત છે. મહાકવિ હૈમરની કવિતાના અંશો જેટલા વિશાળ પ્રમાણમાં છે, વેદના સૂક્તોને આકાર એથી પણ વિશેષ
- સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે તેમ “વેદ સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે”. એટલે અહીં અન્ય વિષયની ચર્ચા ન કરતાં વેદમાં આવતાં દાર્શનિક ત વિષે જ ઉલ્લેખ કરીશું.
ઋગવેદમાં એવા કેટલાક ક્રાંતિકારી વિચારો છે જેના વિષે કલ્પના કરવામાં આવતાં તે સમયના રીતિ-રિવાજોને આપણને ખ્યાલ આવે છે. વેદના ૧૦મા મંડળનાં ૫ સૂક્તો અત્યેષ્ટિ સંસ્કાર વિશેનાં છે. જેમાં એક સૂક્તને છોડીને બાકીનાં બધાં સૂક્તો ભાવિ જન્મ વિશે (પુનર્જન્મ)ના વિચારો રજૂ કરે છે. પ્રથમ સૂક્તમાં યમ-બીજામાં પિતૃઓ, ત્રીજામાં અગ્નિ, ચોથામાં પૂષા અને અંતિમ સૂક્તમાં સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલી છે. આ સતના અધ્યયનથી પ્રતીત થાય છે કે ભારતીય બંને પ્રકારના અન્યષ્ટિ સંસ્કાર જેવા કે અગ્નિ
“સ્વાદયાય', પૃ. ૨૭, અંકે ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૩૧-૨૩૪,
• આસ એન્ડ કોમર્સ કોલેજ, ઈડર (સાબરમ) સ્થા ૫
For Private and Personal Use Only