Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 174
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયન્ત છે. ઠાકર પિતાના “એક વિશિષ્ટ પ્રયત્ન ' એવા શીર્ષકવાળા આમુખમાં પ્રાકૃત તથા પાલિ ભાષાસાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ ઊંડા અભ્યાસી પં. દલસુખભાઈ માલવણિયા જણાવે છે તેમ, શતાધિક વર્ષોથી ચાલી રહેલ જેનાગમના સંશોધનની પ્રક્રિયાને આ પુસ્તિકા નવી જ દિશા આપે છે. તે લેખકની વર્ષોની મથામણના ફળસ્વરૂપ છે. આ અભ્યાસ માટે ડૉ. ચંદ્રએ ૭૫,૦૦૦ કાર્ડ તૌયાર કર્યા હતાં. જૂનામાં જૂના ગણાતા “ આચારાંગ-સૂત્રની ચારે મુખ્ય આવૃત્તિઓને અભ્યાસ કરી તેની સાથે તેના સમકાલીન એવા પાલી પિટક તથા અશોકના શિલાલેખોની ભાષાની તુલના કરી મૂળ “ અર્ધમાગધી' ભાષાનાં લક્ષણે તારવવાને તેમને આ અતીપ્રશસ્ય પ્રયત્ન એક નવી જ પહેલ છે, પુસ્તક આઠ અધ્યાયમાં વહેચાયેલું છે. પ્રથમ અધ્યાયમાં “ આચારાંગ', “સૂત્રકૃતાંગ ', ઉત્તરાધ્યયન” તથા “ સભાસિયાજેવા પ્રાચીન ગ્રંથોમાંથી નમૂના લઈ ભાષાને વિશ્લેષણાત્મક અભ્યાસ કરી લેખક એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે “ અર્ધમાગધી નું મહારાષ્ટ્રીકરણ જ થઈ ગયું છે. અને તેથી નવ સંકરણમાં હસ્તપ્રત તથા ચૂર્ણમાં મળતા પ્રાચીન પાઠાને સ્વીકારી લેવા જોઈએ. બીજા અધ્યાયમાં વ્યાકરણના પ્રયોગોનાં કેટલાંય ઉદાહરણો દ્વારા એવું દર્શાવાયું છે કે મહારાષ્ટ્રી ' તેમ જ “શૌરસેની’ કરતાં “ અર્ધમાગધી’ પ્રાચીન ભાષા છે અને કેટલીક રીતે તે પાલિ ભાષા સાથે સામ્ય ધરાવે છે. આગમગ્રંથે, પાલિ “સુત્તનિપાત અને અશોકના શિલાલેખોના પ્રગોની તુલના પરથી ત્રીજા અધ્યાયમાં એવું પ્રતિપાદિત કરાયું છે કે “ અર્ધમાગધી’ના પ્રાચીન ગ્રંથે અશોકથી યે જૂના હોવા સંભવ છે અને તેમની રચના મૂળે પૂર્વભારતમાં જ થઈ હતી. પછીને અધ્યાય આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણનું નવી દષ્ટિએ કરાયેલું અધ્યયન રજૂ કરે છે. માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી, શૌરસેની તથા અપભ્રંરા ભાષાઓને અનુક્રમે ૧૬, ૨૨, ૪, ૨૭ અને ૧૧૮ સૂત્રો કાળવનાર આ મહાન વૈયાકરણ પોતાના ધર્મના આગમોની ભાષા અર્ધમાગધીનું કોઈ વ્યાકરણ આપતા જ નથી તે એક આશ્ચર્યની વાત છે. માત્ર કેટલેક સ્થળે પિતાની વૃત્તિ'માં આ ભાષાની ડીક લાક્ષણિકતાઓ “ આર્ષ' શબ્દ જીને નિર્દશી છે; જ્યારે ભરતમનિએ પોતાના “નાટયશાસ્ત્ર 'માં અર્ધમાગધીને એક સ્વતંત્ર ભાષા ગણાવી છે. 'પાંચમા અધ્યાયમાં લેખકે આ ભાષાની ૩૭ લાક્ષણિક્તાઓ ચચી છે. આગમમંથના સંપાદનમાં આ લાક્ષણિક્તાઓનું જ્ઞાન ખૂબ ઉપયોગી થાય તેમ છે. આ રીતે જોતાં થાય છે કે પાલિ તેમ જ અશોકના પૂર્વીય શિલાલેખની ભાષા સાથે સામ્ય ધરાવતી મુળ અર્ધમાગધી સંસ્કૃતની વધારે નજીક છે. અહીં આપેલી પિલે તૈયાર કરેલી “ળ” યુક્ત શબ્દોની સૂચિમાં હાલ ગુજરાતી ભાષામાં પ્રચલિત “તળાવ” અને “વેળુ' શબ્દોને પણ સમાવેશ થાય છે તે હકીકત ગુજરાતી ભાષાના અભ્યાસીઓ માટે રસપ્રદ થશે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192