Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 184
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇટ દક્ષા વ્યાસ “ અરસપરસ : પન્ના નાયક, પ્ર. રજિસ્ટાર, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ-૨૦, પૃ. ૧૬ + ૮૦, કિમત : રૂા. ૪૦ = ૦ ૦. પ્રવેશ', ફિલાડેલ્ફિયા’ અને ‘નિસ્બત' પછીને પન્ના નાયકને સંગ્રહ “અરસપરસ' પણ અંગત સંવેદનનાં ગદ્યકાવ્ય લઈને આવે છે. સંગ્રહનું સૌથી મોટું આકર્ષણ બને છે નારીભાવોને આલેખતો કાવ્યગુરછ. “બાને ', “ બજારમાં , ભાવપ્રદેશમાં', “શોધું છું', “હજીયા ચચરે છે' જેવી માતા સાથેનાં સંવેદનાને આલેખતી કૃતિઓ પણ જુદી તરી આવે છે. “બાને ” માં કદાચ જગતના કોઈ સંતાને માતાને અદ્યાપિ પૂછયો ન હોય તેવા સંજોગક્ષણના અનુભવને પ્રગભ પ્રશ્ન પુછાય છે. એ રંગભરી અનુભૂતિની વચ્ચે પણ માતાએ તે પિતાના ગર્ભમાં વેદનાના બીજને જ ધારણ કર્યું હતું એવું કેમ લાગ્યા કરે છે?—એવો મર્માળે પ્રશ્ન રચવાને અંતે મૂકીને કવયિત્રી શાશ્વત વેદનાની માનવનિયતિને સ્પર્શક્ષમ વાચા આપે છે. વેદના, ઝંખના અને આત્મરતિ એમની કવિતામાં આગળ તરી આવે છે. કવિતામાં ઠાકોર નવીન, સંગીન અને બિનંગતની હિમાયત કરેલી. પરંતુ આધુનિક કવિતાના કેન્દ્રમાં “હું '-અંગત–નું પ્રવર્તન રહ્યું છે. કવયિત્રી પણ તુલસીકુંડાની પ્રદક્ષિણા કરીને પ્રાથના કરતી બા પોતાના વિશે જ પ્રાર્થના કરતી હશે તેવી કલ્પના કરે છે. પોતાના કા–સૂકા-બરછટ અસ્તવ્યસ્ત વાળ હળવા બાના હાથની તીવ્ર ઝંખના કરે છે. * શતરંજ 'માં નારીદેહ સાથે પ્રેમને નામે થતા “ ક્રીડા કરવાના ચાળા અને તેઓ વેધકપ્રતીકાત્મક અભિવ્યક્તિ આપે છે– મારાં તમામ વસ્ત્રોને ફગાવી દઉં છું અને અરીસા સામે ઊભી રહું છું ત્યારે અરીસે એકાએક કેમ દીવાલ થઈ જાય છે? (૫૬) લાગણી–સંવેદનેની અરસપરસ આપ-લે ન હોય તે કેવી વિષમ વેદનાજનક પરિસ્થિતિ છે. સ્ત્રી-પુરુષ-સંબંધમાં રહેલા કટાક્ષાત્મક વાસ્તવને તેઓ નિમમ અભિવ્યક્તિ આપે છે એ વાસ્તવિકતા-વિષમતા સામે કોઈ રોષ-રીસ, આક્રોશ કે વિદ્રોહ નહીં, આછી-ઉડી વેદના વ્યક્ત થાય છે. “તે મને એટલી હદે પંપાળી/કે મને ખબર પણ ન પડે એમ/હું તારી પાળેલી બિલાડી બની ગઈ.” પન્ના નાયકની કવિતા ઓરડીની એકાંત એકલ પળાની વિષાદમય સંવેદનાની કવિતા છે. સાચું કહું તે,’ ‘દ્વિધા ', 'ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે ' જેવી રચનાઓમાં તેની પ્રતીતિ થાય છે. પોતાની પરિસ્થિતિ, પરિવેશ, અસબાબ સાથે–પ્રકૃતિ સાથે એક પ્રકારની વિશિષ્ટ સંવેદનશીલતાથી જીવવાનું આગ્રહી માનસ પોતાનામાં જ રહેલી સંવેદનજડતા કે સ્થગિતતા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192