Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 187
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચશ્વાવલેકન સમાચારમાધ્યમ દ્વારા આયુર્વેદના સિદ્ધાંત અને ઔષની કાર્યક્ષમતા વિશે પ્રચાર અને પ્રસાર બાબતે અતિઅ૮૫ કાર્ય થઈ રહ્યું છે. જે કે છેલ્લાં કેટલાંય વર્ષોથી વિદેશમાં આયુર્વેદની વ્યાપક પ્રસિદ્ધિ અને ઔષધોનું અનુસંધાન તેમ જ આયુર્વેદનાં ઔષધ બનાવતી ફાર્મસીઓ દ્વારા ગુણવત્તાવાળાં ઓષધનું નિર્માણ તથા તેની પરદેશમાં નિકાસનું પગલું હર્ષ પ્રેરનારું છે. આ દિશામાં રૌદ્ય શોભનજી જે કાર્ય કરી રહ્યા છે તે સ્તુત્ય છે, આવકાર્ય છે. મારાં તેમને અભિનંદન અને ભાવિ માટે હાર્દિક શુભેચ્છાઓ. સરકારી આયુર્વેદિક કોલેજ, વડોદરા-૩૯૦૦૧૯ વૈદ્ય નિખિલકમાર પંડયા ઇતિહાસમ-લેખક : ડો. મુગટલાલ બાવીસી, પ્રકાશક: આદર્શ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૧, મૂલ્ય : રૂ. ૩૦-૦૦ પાન : ૧૪૬. ડો. મુગટલાલ બાવીસીનું આ પુસ્તક ઈતિહાસને લગતા વિવિધ વિષયોને આવરી લેતા લેખોને સંગ્રહ છે. કુલ પંદર લેખોનો સંચય લેખકની વિવિધ વિષયોની રુચિને ખ્યાલ આપે છે; એટલું જ નહીં પરંતુ તેમને ઇતિહાસની વિસ્તૃત ક્ષિતિજને આંબવાને તેમાં પ્રયત્ન પણ છે. ઇતિહાસને લગતા કુલ ૧૫ લેખમાં લેખકે પ્રકીર્ણ વિષયને પસંદ કર્યા છે. બે લેખો વ્યક્તિવાદી છે. “શ્યામજી કૃષ્ણ વર્મા' લેખમાં ગુજરાતના એક સપૂતની જીવનઝરમર લેખકે આલેખી છે. આ વીર સપૂત ૧૯મી સદીના ઉત્તરાર્ધથી માંડીને વીસમી સદીમાં ૧૯૩૦ સુધી એક ક્રાંતિવીર તરીકે પશ્ચિમ ભારતમાં ઊપસી આવે છે. તેમના સંઘર્ષની કથા અને પ્રેરણાસ્ત્રોતનું લેખકે સુંદર આલેખન કર્યું છે. શ્યામજી કૃષ્ણવર્મા વિશે આપણું ગુજરાતના યુવાને વધુને વધુ જાણે તે જરૂરી છે અને તેથી લેખકે ગુજરાતના ગૌરવને યોગ્ય સમયે આ લેખ દ્વારા ઊપસાવ્યું છે. આ જ બીજો લેખ કનૈયાલાલ મુનશી વિશે છે. સાહિત્યકાર, રાજકારણું તેમ જ ભારતના સાંસ્કૃતિક વારસાને શબ્દદેહ આપનાર આ વિભૂતિ ગુજરાતના સપૂત હોવા ઉપરાંત ભારતની એક વિરલ વ્યક્તિ હતા. મુનશીએ ગુજરાતની અસ્મિતાને પ્રકાશિત કરવાને સફળ પ્રયત્ન કર્યો છે અને આ બાબતથી સર્વ ગુજરાતી ગૌરવ અનુભવે તેમ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192