________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણ બક્ષી
પુસ્તકના ત્રણ વિભાગોમાંના પહેલા વિભાગમાં યુનિવર્સિટી વ્યાખ્યાનો, વિવિધ પરિસંવાદ તથા અન્યત્ર વ્યાખ્યાનોનમિત્તે લખાયેલ અભ્યાસલેખે સમાવાયા છે. બીજા વિભાગમાં કેટલાંક કૃતિલક્ષી મૂકયાંકને છે. ત્રીજા વિભાગમાં પ્રસિદ્ધ અમેરિકન કવિ રોબર્ટ લેવેલની મુલાકાતના અનુવાદ દ્વારા, તેમની સર્જનપ્રયિા લેખકે પ્રસ્તુત કરી છે. પુસ્તકમાંના કાવ્યવિષયક સાતેક લેખે લેખકની ગુજરાતી કાવ્યસાહિત્ય પ્રત્યેની વિશેષ અભિરુચિ, સમજ અને અભ્યાસનિક વિવેચનાના પરિપાકરૂપ છે.
ગુજરાતી ગદ્યકાવ્ય, સેનેટ, ગઝલ, સમકાલીન કવિતા વગેરેમાં પ્રગટ થયેલ નવીન વિચારવલની સંક્ષિપ્ત પણ પરિચયાત્મક ભૂમિકા લેખકે બાંધી છે. વર્તમાનયુગની પ્રયોગશીલ કાવતા પ્રત્યેને તેમને આદર ગુજરાતી ગદ્યકાવ્ય : “ આકાર અને આગમન ' નામના વિસ્તૃત લેખમાં પ્રગટ થાય છે. ગદ્યકાવ્યના સ્વરૂપની ચર્ચા કરી, અછાંદસથી ગદ્યકાવ્ય તરફની કવિતાની ગતિની રૂપરેખા તેમણે આલેખી છે. કેટલાક વેધપાત્ર કવિઓની સજનપ્રક્રિયાને સદષ્ટાંત પરિચય કરાવી, સંતૃપ્તિ અનુભવતાં તેઓ જણાવે છે કે “ગદ્યકાવ્ય ગુજરાતીમાં તેની તમામ વિશેષતાઓ ધારણ કરી ચૂકયું છે. તેને આંતરિક લય અને આકાર ગુજરાતી કવિતાની ઊજળી આવતી કાલ છે.'
- ગુજરાતી નેટ: કેવી રાજમાર્ગ બની છે'માં સેનેટની, આરંભથી છેક આજ સુધીની બદલાતી જતી કાવ્યવિભાવનાની લાક્ષણિક છટાઓ શ્રી ડણકે ઝીલી છે. બળવંતરાય, રા. વિ. પાઠક, સુંદરમ, ઉમાશંકર, ઉશનસ્, જયંત પાઠક જેવા સિદ્ધ કવિઓના સર્જનમાં વિષય અને રચનાકળા પર થયેલ નવીન પ્રયોગોની વિગતે ચર્ચા કરી છે. અદ્યતનકાળમાં અછાંદસના પ્રયોગોનું તથા શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ વધતાં, સૌનેટ જેવા દઢ સ્વરૂપબંધનો પ્રવાહ ઘેડે મંદ પડી ગયો છે ખરો, છતાં હજીય આપણું અદ્યતન કવિને સેનેટ આકર્ષે છે એમ જણાવી, વિષયમર્યાદાના એકઠામાં રૂઢ થઇ ગયેલા આ સ્વરૂપમાં પરિવર્તનને પડકાર ઝીલી લેવા સર્જકોને ટકારે છે. . . -
-
- -: સ્વતંત્ર્ય પછી ગુજરાતીમાં ગઝલના વિકાસની તથા તેના કાવ્યતત્ત્વની છણાવટ
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલ”માં લેખકે કરી છે. સ્વ. શયદા, શન્ય, “ શેષ' પાલનપુરી, મરીઝ, બેફામ, ઘાયલ, ગની દહીંવાલા, રતિલાલ ‘અનિલ' વગેરેના સતત પ્રશસ્ય સર્જનકર્મ બાદ, ગુજરાતી ગઝલની “આજ ' કેવી છે તેની તપાસ તથા નવી પેઢીના ગઝલકર્મનું મૂલ્યાંકન કરવાને ઉમદા પ્રયત્ન લેખકે કર્યો છે. અઘતન સાહિત્યસ્વરૂપોની જેમ ગઝલમાં પણ આધુનિકતાના પ્રભાવને લઈ આવેલ પરિવર્તનની તથા પ્રગનાવીન્યની સદષ્ટાંત ચર્ચા કરી નવા ગઝલ-સર્જકોને તેમણે પ્રત્સાહિત કર્યા છે.
સમકાલીન ગુજરાતી કવિતા' નામના લેખમાં સમકાલીન ગુજરાતી કવિતાની ગતિવિધિ તપાસતાં, ૧૯૩૦ થી ૧૯૫૫ સુધી અને “૫૫ પછીના નવા અવાજો પર નજર નાખી, યુગબળમાં ટકી શકે તેવી કવિતાની ખોજ કરવા લેખકે પ્રયાસ કર્યો છે. સાહિત્યના પ્રત્યેક યુગમાં
For Private and Personal Use Only