________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્શાવકને
“ધ્યાહુ જૂનના પિતા' : (સંસ્કૃત કાવ્યોનો સંગ્રહ ) લેખક, હર્ષદેવ માધવ, એમ. એ., બી. એડ., પ્રકાશક : સંસ્કૃત સેવા સમિતિ, એમ-૪, ૬૭/પર૧, શાસ્ત્રીનગર, અમદાવાદ ૩૮૦૦૧૩, પ્રકાશનવર્ષ તથા આવૃત્તિને ઉલલેખ નથી, કિંમત રૂ. ૨/પૃષ્ઠ-૧-૮+૧-૪૦.
ગુજરાતના ઊગતા અને આશાસ્પદ યુવાન સંસ્કૃત કવિ છે. ઠે. હર્ષદેવ માધવરચિત આધુનિક સંસ્કૃત કાવ્યોના આ પ્રથમ સંગ્રહને ઉષ્માભર્યો આવકાર આપતાં અત્યંત આનંદ થાય છે. ગુજરાતના સંસ્કૃત વિદ્વાનો અને કવિઓમાં પોતાની વિરલ અને આગવી સર્જક પ્રતિભાથી મૂર્ધન્ય આધુનિક સંસ્કૃત કવિ તરીકે ખ્યાતિ પામેલા અને ભારતભરના આનિક સંસ્કૃત કવિઓમાં પણ અગ્રગણ્ય બનેલા શ્રી હર્ષદેવ માધવની કીર્તિપતાકા વિશ્વના પ્રસિદ્ધ સામયિકોમાં પણ લહેરાવા લાગી છે, તે ગુજરાતને માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી માધવે સંસ્કૃતમાં આધુનિક કાવ્યપ્રકારો-હાઇકુ, ગઝલ, સોનેટ, વગેરેને અવતારવાના ખૂબ પ્રશસ્ય અને સફળ પ્રયોગ કરેલા છે.
આ સંગ્રહના પ્રારંભમાં આપેલા “અનુક્રમ’ અનુસાર આમાં કુલ ૪૭ કાવ્ય સંગૃહીત થયાં છે. આમાં ૨૫ મોનેઈમેજ, ૮ ગઝલ, બે કાવ્યો, ૬ ગીતકાબે, એક ગીતકાવ્ય જેવું કાવ્ય, બે ગીત અને ઉષ્ટ્ર (ટ) ને લગતાં નવ મોનોઈમેજ કાવ્ય અને અંતે દ્વીપપંચાશિકામાં દ્વીપને લગતી ૬૦ ઇમેજ એમ ડીક ઠીક વૈવિધ્ય જોવા મળે છે. તેમાંની અમુક કલ્પનાઓ ખરેખર કલાત્મક અને કાવ્યમય છે. આમાં કવિએ સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ, લલિતકળાઓ અને પુરામાં આવતી માહિતીના આધારે શબ્દ-ચિત્ર આલેખ્યાં છે. આમાં તેમની વાચનસમૃદ્ધિ અને મોનેઈમેજના આલેખનમાં હાંસલ કરેલી સિદ્ધહસ્તતા તથા કલાકસબનાં દર્શન થાય છે. આમાંના દરેક કાવ્યની કાંઈને કાંઈ નોધપાત્ર વિશેષતા ઉડીને આંખે વળગે છે. તેથી આધુનિક સંસ્કૃત કાવ્યમાં શ્રીમાધવે કરેલા બહુમૂલ્ય પ્રધાનની મુક્તકઠે પ્રશંસા કર્યા વગર રહી શકાતું નથી. તેમાંનાં થોડાં ઉદાહરણો નીચે મુજબ છે.
(૧) સંત નજરે (પૃ. ૨)માં આધુનિક શહેરી જીવનની યંત્રવત્ જિંદગીની નક્કર વાસ્તવિકતાનું આબાદ શબ્દચિત્ર ખડું થયું છે.
लोष्टवत् स्तब्ध नगरोद्याने सरोवरस्य जलम् । કીટવાસમતુલ્લા ના .
शूकरवंतसमः टयूबलाइटप्रकाशः । - (૨) રાસં થા (પૃ. ૩), કેસરી (પ. ૬).
સમુહ્ય પ૬ (પૃ. ૧૨ ) વગેરેમાં કવિની કલ્પના-દષ્ટિ સમક્ષ વૈવિધ્યપૂર્ણ કપની પરંપરા જાણે પરસ્પર સ્પર્ધા કરતી હોય તેમ ધસી આવે છે. ખરેખર કવિ માધવની કલ્પનાસૃષ્ટિ ધણી સમૃદ્ધ અને પ્રશંસનીય છે.
For Private and Personal Use Only