________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થાવલાકન
પ્રાચીન અધ માગધી કી ખેાજ મેં ( હિન્દી): લેખક ડા. કે. આર. યન્ત્ર; પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ક્રૂડ, અમદાવાદ-૩૮૦૦૧૫; ૧૯૯૧; પૃષ્ઠ ૨૦+૧૨+૧, મૂલ્ય રૂા. ૩૨,૦૦,
પુસ્તકના પ્રારંભમાં દાનવીર શેઠશ્રી કસ્તૂરભાઇ લાલભાઇ (૧૮૯૪–૧૯૮૦)ની, તેમના સિદ્ધહસ્ત ચરિતલેખક ડૉ. ધીરુભાઈ ઠાકરની કસાયેલ કલમે લખાયેલ, સવા અઢ઼ પૃષ્ઠને આવરતી જીવનઝરમર મૂકી છે.
જે પ્રકારના અધ્યયન-સશોધનની શુા સમયથી રાહ જેવાતી હતી તેને શુભ આર્લ આ લઘુપુસ્તકમાં થયે છે.
જેના કેટલાક અંશાનેા રચનાકાળ ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ માનવામાં આવે છે, તે શ્વેતાંબર જૈન આગમેાની ભાષાને અર્ધમાગધી ' એવું નામ અપાયું છે. પરંતુ આચાય હેમચન્દ્રના વ્યાકરણમાં યે તેનાં લક્ષણા સ્પષ્ટ સ્વરૂપે અપાયાં નથી. વળી આજે ઉપલબ્ધ સંસ્કરણેામાં ‘મહારાષ્ટ્રો પ્રાકૃત 'ના પ્રયોગો થાક ધ મળે છે, જેની તુલનામાં ‘વસુદેવિડ ’ જેવા છેક પાંચમી શતાબ્દીના ગ્રંથની ભાષા યે પ્રાચીનતર જણાય છે! એમ લાગે છે કે વચ્ચેના સેકડે વર્ષના ગાળામાં, સંભવતઃ લહિયાએ તથા અભ્યાસીઓના હાથે, મૂળ ભાષામાં ગજબનું પરિવર્તન થઇ ગયું છે ! આથી ઉપલબ્ધ હસ્તપ્રતમાંનાં સર્વ પાઠાંતરોની સૂચિ બનાવી તેની મદદથી આગમેાની ભાષામાંથી પ્રાચીન અને અર્વાચીન ( અર્થાત્ ‘મહારાષ્ટ્રી પ્રાકૃત”ના ) અશા અલગ પાડીને આ ‘ અર્ધમાગધી 'નું મૂળ સ્વરૂપ પ્રકટ કરવું એ અત્યન્ત આવશ્યક છે.
વળી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે એક જ સમયે એક જ પ્રદેશ બિહારમાં ઉપદેશ આપેલા છતાં બન્નેની ભાષામાં આટલું બધું અંતર કેમ છે? આ સમસ્યાનું સમાધાન શોધવા સારુ પહેલી જ વાર ડૉ. ચંદ્રએ પ્રાચીનતમ જૈનાગમ ‘ આચારાંગસૂત્ર' તથા પાલિ પિટક અને અશાકના શિલાલેખાની ભાષાના તુલનાત્મક અભ્યાસ કર્યો. તે દરમિયાન લખાયેલા શાષલેખા
.
આ પુસ્તિકામાં સંગ્રહાયા છે. તેમણે એર્યું કે ‘ આયારાંગસૂત્રની મહાવીર જૈન વિદ્યાલયની આવૃત્તિમાં હસ્તપ્રતે તેમ જ ચૂણી માંથી પુષ્કળ પાઠાંતરે આપ્યાં છે. ખીજી બાજુ બ્રિગના સંસ્કરણુમાં તે મહારાષ્ટ્રી પ્રાકૃત 'ના ધ્વતિ-પરિવનવિષયક નિયમાનું જ જાણે અક્ષરશ: પાલન કરાયું છે અને પાઠાંતરે પશુ જૂજ આપ્યાં છે. તેમણે આનંદ અને આશ્ચર્ય સાથે માંધ્યું ક ‘ ઇસિભાસિયાઈ ' ( ઋષિભાષિતાનિ )ના ક્રુષિંગના જ સંસ્કરણમાં આ સારા પ્રમાણમાં સચવાયા છે !-અને અહીથી જ ડાઁ. ચન્દ્રના સશોધનને પ્રારભ થયેા.
પ્રયાગા
‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગ૭ ૧૯૯૦, પૃ. ૩૬૭-૩૮૪, રવા ૨૨.
For Private and Personal Use Only