________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જે. ડી. પરમાર
(૧) પોતાનાં જ સગાંવહાલાંને પિતાના જ હાથે મારવાં પડશે તે ભયે અજનને થયેલે વિષાદ ટાળવા ભગવાન શ્રીકૃષ્ણ બીજા અધ્યાયમાં અર્જુનને ઉપદેશ આપવાની શરૂઆત કરી ત્યારે પ્રથમ લક્ષ્યવૃદ્ધિથી આત્માનું અમરત્વ અને દેહની નશ્વરતા સમજાવી, તે પછી યોજથી સમજાવવાની શરૂઆત કરી. તેની જરૂર એ હતી કે અર્જુન ક્ષત્રિયકર્મ કરવા છતાં તેના કર્મબંધનમાંથી છૂટી જાય. માટે એક ગીની કર્મ પ્રત્યેની સમજણ કેવી હોય છે તે સમજાવવાની જરૂર હતી, તે શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરી. મેગીની કર્મ પ્રત્યેની બુદ્ધિ નિશ્ચયાત્મક અને એકાગ્ર હોય છે. તે પાપ અને પુણ્યથી પર હોય છે. તેનામાં નથી તે મોહ કે નથી હોતી આસક્તિ. તેને મન સફળતા અને નિષ્ફળતા, પાપ અને પુણ્ય સમાન હોય છે.
આ બુદ્ધિ (સમજણ) વેદવાદીઓથી જુદી પડે છે. ૩ તેઓ સ્વર્ગપ્રાપ્તિ, સારે પુનર્જન્મ, શક્તિ, સમૃદ્ધિ વગેરે માટે અનેક પ્રકારની ફળદાયક કર્મકાંડીય ક્રિયાઓ, ભેગ અને ઐશ્વર્યયુક્ત જીવનની ઈચ્છાથી કરવાનું કહે છે. આ કામનાવાદી અને ભગવાદી દષ્ટિથી ચોગીની નિષ્કામ નિર્યોગક્ષેમ દૃષ્ટિ તદ્દન જુદી પડે છે. વેદદષ્ટિ સર્વ, રજસ અને તમસૂના વિષયવાળી છે જ્યારે યોગદષ્ટિ ત્રણ ગુણોથી પર છે. તેથી જ શ્રીકૃષ્ણ ત્રણ ગુણેથી પર થવાનું અજનને ઉપદેશ છે.
નિàગુણ્ય થયા પછી વેદનું પ્રયોજન શું રહે છે? તેને ઉત્તર પણ ગીતામાં આપે છે. આવા જ્ઞાની માટે વેદનું ઝાઝું મહત્વ રહેતું નથી. કુવા કે તળાવ જેવા જળાશયોનું સાધારણ સંજોગોમાં ઘણું મહત્વ હોય છે પરંતુ જ્યારે ચારેબાજુ જળબંબાકાર થઈ જાય ત્યારે તેનું મહત્ત્વ એછું થઈ જાય છે. કારણ કે બધે જ સહેલાઈથી પાણી ઉપલબ્ધ છે. આમ વદે સામાન્ય રીતે ઉપયોગી જરૂર છે પરંતુ એક જ્ઞાનીને માટે તેની જરૂર રહેતી નથી. ઊલટું શ્રુતિથી વ્યગ્ર થયેલી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થાય ત્યારે જ યોગ પ્રાપ્ત થાય છે.
વેદો અને તેની યજ્ઞયાગાદિ ક્રિયાઓને હેતુ સ્પષ્ટ કરતાં ગીતા કહે છે કે સેમપાન કરનારા વેદના યોનું વજન કરીને પાપમુક્ત થઈ સ્વર્ગપ્રાપ્તિ ઇચ્છે છે. તેઓ પુણ્ય પ્રાપ્ત કરીને સુરેન્દ્રલેકમાં દિવ્ય દેવગે ભેળવે છે. પરંતુ ભોગ ભેગવીને પુણ્ય ખૂટી જતાં તેઓ પાછા મૃત્યુલોકમાં આવે છે. આમ ત્રથીધર્મ (વેદધર્મ)માં કહેલાં સકામ કર્મો કરનારા જન્મમરણુને ફેરા ફર્યા જ
१ एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे विमा शृणु। २.३९ ॥ ૨ ૨.૪૧, ૨.૪૮, ૨.૫૦, ૨.૬ ૨.૭, ૨.૨૮
४ वैगुण्यविषया वेदा निस्मैगुण्यो भवार्जुन । २.४५ ।। ५ यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके। ..
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ २.४६ ૬ ૨૪ કરે
For Private and Personal Use Only