Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 165
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનવાસને એક ખૂણ. સંકુલ આંતરમનની ત૨૭ અભિવ્યક્તિ ૩૫૯ ફરીથી પપ્પા-મમ્મીની હઠ પકડે છે અને માઈક ઉપર પોતાનાં મમ્મી-પપ્પા દેવાયાની જાહેરાત કરે છે. મા-બાપથી વિખૂટાં પડી ગયેલાં બાળકેથી આરંભાઈ બાળકથી વિખૂટાં પડી ગયેલાં મા-બાપ આગળ વિરમતી આ કતિ તેના વન્યાર્થથી સમૃદ્ધ બની છે. કૃતિના અંતે, મેળામાં વિખૂટાં પડી ગયેલાં મા-બાપ પૂરતી મર્યાદિત ન રહેતાં, આજના યુગને દરેક બાળકનાં મા-બાપ ખોવાયાં છે; પિતાનાં સંતાને સાથે એક જ ઘરમાં એક જ છાપરા નીચે રહેવા છતાં તેમનાથી વિખૂટાં પડી ગયાં છે તે ભાવ પૂમરાયા કરે છે અને એમાં જ આ એકાંકીનું સાફલ્ય છે. * સર્જકને શબ્દ” લાક્ષણિક એક પાત્રીય એકાંકી છે જે દિગ્દર્શક માટે પડકારક્ષમ છે. દિગ્દર્શક કુશળ હોય તો તે વિવિધ માધ્યમોને ઉપયોગ કરી સર્જકની સૂક્ષ્મ સંવેદના અને તેની ખુમારીને નાટ્યાત્મક રીતે વ્યક્ત કરી શકે છે. વ્યવહારજગતના ગંદા, ગોબરા ગંધાતા શબ્દોથી વાજ આવી ગયેલો હોવાથી તેમ જ સમાજના લોકોએ શબ્દો સાથે વ્યભિચાર કરીને તેને પલા. વાસી અને નિવાર્ય બનાવી દીધા હોવાથી, સર્જક, વિશ્વને નાતે તેડી, બારી બારણાં બંધ કરી, પિતાની ટેપ સાંભળતે, પોતાની શબ્દસૃષ્ટિમાં સરી પડે છે ને અહીંથી આરંભાય છે સજીકના આંતરમન અને જાગ્રત મન ' વચ્ચેને સંધર્ષ. નાટ૫કારે સર્જકના આંતરમનને, તેના subconsciousને, કેટલીક હદે તેના guilty consciousને યમદૂતના અવાજરૂપે નિરૂપ્યાં છે. પોતાની શબ્દસૃષ્ટિમાં રાચવું તેને જ સર્જકનું આંતરમન, પલાયનવૃત્તિ-આત્મવંચના-આત્મહત્યા કહે છે. ભાષાને રૂઢ સંકેત ફગાવી દઈ નવી ભાષા ઘડવાનો પ્રયત્ન કરી, સામગ્રીના વર્તુળમાં ગૂંગળાઈ મરતી રચનાઓને નવું aesthetics આપી રૂપરચનાને આગ્રહ સેવ્યો અને એ રીતે પિતાને સર્જકધર્મ નિષ્ઠાપૂર્વક બજાબે એવું સર્જકનું જામતમને કહે છે ત્યારે તેનું આંતરમન તેને વાડાબંધી તેડી નો વાડે શરૂ કરવાની પ્રવૃત્તિ ગણાવે છે. સામગ્રી સાથે અક્ષણપણે જોડાયેલા સર્જક, શૈલી અને સંરચનાની પાછળ પડે છે તેને ભ્રમરવૃત્તિ કહી આતરમન ઠેકડી ઉરડે છે. સર્જકની સંવેદના સંકુલતામાં વધુ સૂક્ષ્મ બને, આપત્તિના પરિતાપમાં વધુ ખીલે અને સર્જાય અદભુત સજનલીલા. પણ આ શબ્દો આનંદયાત્રાના વાહક બનવાની જગ્યાએ, કાકુ અને કટાક્ષ થકી બીજાને દુભવનારા બન્યાસર્જકે જાણે શબ્દક્લ દ્વારા હાહાકાર મચાવી દીધો એમ કહી આંતરમન સર્જકને ઊધડો લઈ નાંખે છે. પિતાને શબ્દદેહ અજય અને અમર છે એવી ભ્રાંતિ સેવા સર્જક પિતાના જ શબ્દો દ્વારા કેવો ઉધાડે પડે છે; તેનું જ સર્જનશીલ મન તેની મનવૃત્તિના કેવા લીરેલીરા ઉરાડે છે તેને પરિચય એકાંકીકારે સર્જકના જાગ્રત મન અને આંતરમનને સામસામા મૂકી કલાત્મક રીતે સુપેરે કરાવ્યો છે. સંગ્રહમાંનું અંતિમ એકાંકી “ ઊજડ આભલે અમી' સ્વ. પન્નાલાલ પટેલકત માનવીની ભવાઈ' નવલકથાના એક અંશનું નાટયરૂપાંતર છે. અહીં નાટયકાર, મૂળ નવલકથાકારે પાત્રના મુખે મૂકેલા સંવાદની ભાષા અને પિત નાટયરૂપ આપતી વેળા પાત્રના મુખે મુકેલા સંવાદની ભાષા એકબીજામાં ભળી જઈ એકરૂપ બની જાય તેવું ભાષાકર્મ દાખવી શક્યા નથી એ આ એકાંકીની મોટામાં મોટી મર્યાદા છે. તેથી નવલકથાની જેમ અહીં ગ્રામીણ પરિવેશ પૂરેપૂરે ખીલી શકતો નથી અને પાત્રોનાં વ્યક્તિત્વ ભાતીગળ બની શક્યાં નથી. આટલી સ્વા ૨૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192