Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 169
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને વાસ્તવ : * આંગળિયાત'ના ૫રિપ્રેક્ષ્યમાં આનંદ', “ જનકલ્યાણ ' અને ' નયામાર્ગ ' જેવાં સામયિકોમાં સામાજિક જીવનને વફાદાર રહીને ચરિત્રો, વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકોની ચાહના મેળવી છે. સમાજનાં શેષિત-પીડિતોનાં જીવનમાં ડોકિયું એમણે કરાવ્યું છે. એમની સંવેદનશીલ ચેતનાએ એક વિશિષ્ટ સમાજની કરુ ગુતાનું દર્શન કર્યું છે. એ સમાજને આંતર-બહિર્ગાસ્તવને આલેખવા જતાં એ સમાજજીવનનું કારુણ્ય વેધક રીતે એમણે મૂર્ત કર્યું છે. રવાણી પ્રકાશન સંસ્થા, આણંદ દ્વારા “માણસાઈથી મહેકતા માનવની ગ્રંથમાલા'ની એણીમાં એમનાં પ્રસિદ્ધ થયેલાં અને થનાર પુસ્તકો છે: “ વ્યથાનાં વીતક', “લમણુની અગ્નિપરીક્ષા ', “સાધનાની આરાધના ', “પ્રીત કમાણી પગલે પગલે ', “ આંગળિયાત'. અહી “આંગળિયાત 'ને કેન્દ્રમાં રાખી “ સાહિત્ય અને વાસ્તવને સંબંધ સમજવા પ્રયત્ન કરીએ. આંગળિયાત' શીર્ષકને શબ્દકોશઅર્થ છે, “આગલા ધણીનું બાળક'. આ નવલકથામાં આગલા ધણુનાં બાળકરૂપે ત્રણ પાત્રો આવે છે. વાલજી, વાલજીને દીકરા જમુ અને ચૂંથિયા રાટને દીકરે ગોકુ/ગાકે. કથાસૃષ્ટિનું પર્યવસાન થતાં પહેલાં જ, કથાવિકાસના નિર્વહમાં અરધે રસ્તે જ વાલજી અકાળ મોતને ઘાટ ઊતરે છે ! તો ગાંકાને કથાપ્રવેશ કથાના ઉત્તરાર્ધમાં છે. જેનો એ દીકરો છે એ ચૂંથિયે ચોરાટ કથાસૃષ્ટિનું એક ખલપાત્ર છે. અને તેથી ગૌણ છે. ગોઠે આંગળિયાત બનીને ટીહાને આંગણે આવ્યા છે અને જે માતાનું એ સંતાન છે એ બંનેના આંતરિક જીવનની સુવાસે ગો કાનું ધડતર થયું છે. એનું જીવતર કેવું છે ? આંગળિયાત તે એ છે જ, પણ નસીબમાં અપર માં પણ આવી છે ! અને અપર માની પોતાની વૈધવ્યસ્થતિમાંય કાળઝાળ જેવી જીભને સહી લેતા ગોકે પિતાના એક સમભાવી માસ્તર સાથેની વાતચીતમાં કેવા ઉદગાર કાઢે છે ? “ જુઓ, માસ્તર ! આને મન અજય આંગળિયાત નથી મટયે !' * આંગળિયાત'ના જીવનનું કારણ્ય અહીં સૂચિત થાય છે, ખરું, પરંતુ કૃતિસમગ્રના સંદર્ભે ગાંકે એવું મુખ્ય પાત્ર નથી જ. જગા-જગદીશ-વાલજી-કંકુને દીકરો તે ગૌણુતિગૌણ પાત્ર છે ! એટલે પ્રશ્ન રહે છે કે શીર્ષકદ્વારા લેખકનું લક્ષ્ય કેવળ આ કે તે પાત્રને જ ચીંધવાનું છે શું ? કથાસૃષ્ટિમાં જેમજેમ નિમજિજત થઈએ છીએ તેમતેમ સૂઝે છે કે ચરોતર પ્રદેશના રત્નાપુર, શીલાપુર અને કેડિયામાં રહેતી, એક, રસતે એશિયાળી જિંદગી જીવતી વસવાયાં કહેવાતી વણકર કોમની આ વ્યથાકથા છે. આજ સુધી ઉપેક્ષિત રહેલે સમાજ, ગુજરાતી નવલકથામાં એક કેન્દ્રવતી ભૂમિકામાં નિરૂપણ પામે છે, એ સ્વયં ધ્યાનાર્હ ધટના છે. આ વણકરકોમનાં સ્ત્રી-પુરુષ મહેનત-મજૂરી કરીને જીવનગુજારે કરતાં માણસે છે. એમનેય મનુષ્યના મનુષ્યત્વ સાથે કેવી દિલચસ્પી છે. પરંતુ એમની માનવતાસ્પંદિત એ જિંદગી સવર્ણોની તો કેસે જ ચઢેલી છે. તેઓને સબડતી જિંદગી જીવવી પડે છે ! આખો સમાજ જણે “ આંગળિયાત –એશિયાળો (સવને જ ને !) ન હોય ! આ સ્થિતિ પ્રત્યેને ઉત્કટ આક્રોશ સતત સૂચિત થયા કરે, એવું લક્ય લેખકે આ શીર્ષક રચવામાં તાકયું છે, એમ પ્રતીત થાય છે. “ આંગળિયાત' આમ તો વિશેષણ લેખે પ્રયોજતે શબ્દ છે. બાળકની કૌટુંબિક સ્થિતિ-સ્થૂળ અને સૂકમ પણ એમાં સૂચિત છે. પુરુષવર્ચસ્વી સમાજવ્યવસ્થામાં એક તે સ્ત્રીને નાતરે જવાની ઘટના સ્ત્રીની સામાજિક કરતાને સ્પર્શે છે, તે તેવી સ્ત્રી માતા હોય અને બાળકને લઈને નાતરે જવાની ધટનામાં એ કારણ્ય દ્વિગુણિત અનુભવાય છે. તે વળી પેલા બાળકની પરિસ્થિતિની વિષમ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192