________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુભાષ ૨
છે. સાહિત્ય અને વાસ્તવને પારસ્પરિક સંબંધ વિચારીએ ત્યારે આ ઉભય વાસ્તવ આપણે લક્ષમાં રાખવાનાં છે.
વાસ્તવ ' સંજ્ઞાને તત્વજ્ઞાનની દૃષ્ટિએ પણ ખ્યાલ મેળવી લેવો જોઈએ. તત્ત્વજ્ઞાન * વાસ્તવ માટે બે વિભાવનાઓ આપે છે: (૧) સાદસ્યની વિભાવના (૨) સુસંગતતાની વિભાવના. વૈજ્ઞાનિક શોધ “સાદ’ને સિદ્ધાન્ત સ્વીકારે છે. બહિર્જગતને પામવા માટે સામગ્રીઓ, દસ્તાવેજો વગેરેનો આધાર લઈને તેને એ વ્યાખ્યાબદ્ધ કરવા મથે છે. “સુસંગતતા ને સિદ્ધાન્ત બહિર્જગતને સમજવા માટે અંતઃસ્કૃતિ દર્શન, આંતરિક સૂઝને સ્વીકારે છે. સાદશ્યને સિદ્ધાન્ત સ્વીકારીએ તો બીજગત હકીકતનિષ્ઠ ભાષાની અપેક્ષા રાખે છે, જ્યારે સુસંગતતાને સિદ્ધાન્ત સ્વીકારાય ત્યારે ભાષા ભાવનિષ્ઠ બનતી હોય છે. આમ વસ્તુલક્ષી અને આત્મલક્ષી ઉભય પ્રકારે આપણે વાસ્તવને મુકાબલો કરતા હોઈએ છીએ. સર્જનાત્મક સાહિત્યને વાસ્તવ' સાથેનો મુકાબલો આમલક્ષી પ્રકાર છે. એથી સાહિત્યમાં વાસ્તવવાદને આગ્રહ ઊભો થાય છે ત્યારે અનેક આનુષગિક પ્રશ્નો ઊભા થતા હોય છે. વાસ્તવ સાથે વફાદારીને અર્થ હોવાથી સર્જનાત્મક સાહિત્યમાં જીવન પ્રત્યેની વફાદારીને આદર્શ પ્રસ્તુત કરાતે હોય છે.
પરંતુ જીવનસમગને આપણે ખ્યાલ કરીએ ત્યારે જીવનની એક સંકુલ ભાત આપણું ચિત્તમાં ઊભી થશે. જીવનનાં કેટકેટલાં પાસાં છે ! સ્થળ અને સમયમાં જીવતાં આપણે બહિજગતના સંદર્ભે જ જીવીએ છીએ આમ તો; પણ આ તે ઉ૫લક દષ્ટિએ જ સાચું છે. આપણુમાંના દરેકને આપણું મને જગત નથી શું? અતીત અને અનાગતના સંદર્ભે કશુંક આપણું ચિત્તની ભયમાં ચાલ્યા કરતું નથી ? તો એ જ સંવેદને છે, એ ય તે જગત છે; અને તે મને જગત છે, મને વાસ્તવ છે. આ પ્રદેશ તે બહિસ્તવ કરતાં કે ગહન છે! અને તેથી તે અતાગ પ્રતીત થાય છે. મને વિજ્ઞાન આ મનેજગતનો તાગ મેળવવા મથે છે, અને એ અંગેના સિદ્ધાન્ત વસ્તુલક્ષી અભિગમથી બાંધે છે, એ જાણીતી વાત છે. સાહિત્ય-સર્જનાત્મક સાહિત્યની પણ આ જ શેધ છે. મનુષ્યચેતના જે સંવેદને અનુભવે છે તેને તાગ આત્મલક્ષી/ વસ્તુલક્ષી અભિગમનું સંયોજન સંશ્લિષ્ટીકરણ કરીને એ મેળવવા મથે છે. આ સંશ્લિીકરણની પ્રક્રિયા જ સાહિત્ય અને વાસ્તવના પારસ્પરિક સંબંધને વિજ્ઞાનથી ભિન્ન, શાસ્ત્રથી ભિન્ન અને સ્વાયત્ત સ્વરૂપને સિદ્ધ કરે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના કે વ્યક્તિ-વિશ્વ વચ્ચેના સંબંધ સાહિત્ય પ્રસ્તુત કરે છે, સંવેદનશીલતાની ભૂમિકાએથી. આ સંવેદનશીલતામાં સર્જકનાં નિવલ સચિત રીતે પ્રગટ થતાં હોય છે અને એ રીતે વાસ્તવનું એક આગવા અભિગમથી દર્શન સાહિત્ય કરાવતું હોય છે. બહિર્ગાસ્તવ આવા તૌતિક અભિગમ-પરિપ્રેક્ષયના બળે સાહિત્યિક કલાના વાસ્તવમાં રૂપાન્તરિત થાય, એવી અપેક્ષા રહે છે..
આ રૂપાન્તર તે શુ ? કેવી રીતે એ આકાર લેતું હોય છે? એ અંગેની ચર્ચા અહી ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક શ્રી જોસેફ મેકવાનની ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલી બહુચર્ચિત નવલકથા “ આંગળિયાન ”ના પરિપ્રેક્ષ્યમાં કરીએ. શ્રી જોસેફ મેકવાને “અખંડ
For Private and Personal Use Only