Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને વાસ્તવ : “આંગળિયાત'ના પરિપ્રેક્ષ્યમાં સુભાષ દવે* સાહિત્ય અને વાસ્તવને પારસ્પરિક સંબંધ શું છે ? અને કેવો હોવો જોઈએ ?— આ બે પ્રીને જમાનાજુના છે. જમાને જમાને આ મને ઊઠયા છે અને ચર્ચાવિચારણુરૂપે મતમતાન્તરો પ્રવર્યા છે, પ્રવર્તમાન છે અને હવે પછી પણ એ સ્થિતિ રહેવાની પણ ખરી ! કઈ અંતિમ નિર્ણય આ પ્રશ્ન પર સ્થપાવાને નહિ ! અને એમાં જ બૌદ્ધિાનું કદાચ કોમ જણાય છે. આ મતમતાન્તરે “ સાહિત્ય ” અને “વાસ્તવ'ની આપણી વિભાવના પર આધારિત છે. “ સાહિત્ય” સંજ્ઞા વ્યાપક અર્થ ધરાવતી સંજ્ઞા છે. આપણે અહીં ઉપર નિદિષ્ટ વિષયનિમિતે, એક નિશ્ચિત અર્થમાં એને ઉપયોગ કરવો છે, અને એ અર્થ છેઃ “ગુણવત્તાની દષ્ટિએ સ્વીકૃતિ પામેલું, ગદ્ય કે પદ્યમાં લખાયેલું જે-તે સ્થળ-કાળ-જાતિનું સર્જનાત્મક લખાણ. પત્રકારત્વની સરખામણીમાં આ પ્રકારનું લખાણ વિશેષ સર્જનાત્મક, કલ્પનાશીલ અને વિચારોના ઊંડાણવાળી હોય છે' (જઓ “ આધુનિક સાહિત્યસંજ્ઞાકેશ-પૃ. ૧૫૦ ) તુર્તજ આપણા ધ્યાનમાં અહીં આવે છે કે આ વ્યાખ્યા દ્વારા “સાહિત્ય ' સંજ્ઞાને સર્જનાત્મક સાહિત્ય એવો અર્થ વર્ણવવામાં આવ્યું છે. સર્જનાત્મક અને સર્જનેતર એવા બે મુખ્ય પ્રકારે આમ સાહિત્યના આપણે પાડીએ અને અહીં “ સાહિત્ય અને વાસ્તવ'ની ચર્ચામાં સાહિત્ય સંજ્ઞા સર્જનાત્મક સાહિત્યને લક્ષમાં રાખીને કરવી છે, એમ નકકી કરીએ. આ જ રીતે “વાસ્તવ' સંજ્ઞાને પણ આપણે કયા અર્થમાં પ્રજવી છે, એને વિવેક કરી લઈ એ. “સાર્થ ગુજરાતી જોડણીકોશ'માં “વાસ્તવને અર્થ આપ્યો છે : “વાસ્તવિકતા ખરેખ૨:/સાચી હકીકત (જએ પૃ. ૭૬૬, પાંચમી આવૃત્તિ). કશેય બનાવ હકીકતરૂપ છે કે નહીં, એના નિર્ણય માટે પ્રમાણલેખે આપણે ઈન્દ્રિયબોધને લક્ષમાં લઈએ છીએ. આસપાસનું ઈદ્રિયગમ્ય ચલ-અચલ જગત એ વાસ્તવ છે, હકીકત છે, એવી આપણી સમજ છે. પરંતુ આ સમજ અધૂરી છે, એવું સમજાય છે, જ્યારે આપણે મને જગતને વિચાર કરીએ છીએ ત્યારે ! ઈન્દ્રિયગમ્ય બહિર્જગત એક વાસ્તવ છે, તે માનવમનમાં પ્રગટતું આંતરજગત એ બીજ વાસ્તવ * સ્વાદયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૬૧-૩૬૬ ગુજરાતી વિભાગ, ફેકલટી એફ આર્ટસ, મ. સ. યુનિ., વડોદરા, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192