________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
નરેશ વેદ*
અન્ય સાહિત્યસ્વરૂપેથી લઘુનવલનું સ્વરૂપ તેની એક વ્યાવર્તક લાક્ષણિક્તાને કારણે જુદુ પડી આવે છે, એ લાક્ષણિકતા છે તેની દાર્શનિકતા. લઘુનવલ વિશ્વ ( universe) ને નહીં, માણસ (man )ને, સમાજ (society)ને નહીં, પણ વ્યક્તિ (person), ૫૨ ( other ) ને નહીં, સ્વ (self )ને, તેના બાહ્ય જીવન (outer life)ને નહીં, આંતર મને ગત (inner psyche )ને આલેખતું સ્વરૂપ છે. એમાં મનુષ્યના અંગત અને વ્યક્તિગત રૂ૫ના પ્રશ્નો વિષયવસ્તુ (themes) તરીકે સ્થાન પામે છે. વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તે લઘુનવલ માણસના સવ (being), અસ્તિત્વ (existence) અને જીવિતવ્ય (purpose of life )ને લગતા બુનિયાદી પ્રશ્નો (radical problems)ને વિષયવસ્તુઓ તરીકે લે છે. મનુષ્યના
4 અને આત્માને લગતા પ્રશ્નો હકીકતે દર્શનશાસ્ત્રના ઈલાકાના છે. લઘુનવલ પણ આવા પ્રશ્નોને લકવ કરતાં વિષયવસ્તુ લે છે એટલે આપણે એની પ્રકતિ દાર્શનિક છે એમ કહીએ છીએ.
આ સ્વરૂપની દુનિયાભરની ઉત્તમ રચનાઓ ઉપર દષ્ટિપાત કરતાં ખ્યાલમાં આવે છે કે એનું મુખ્ય વિષયવસ્તુ છે મનુષ્યના સ્વરૂપની, આત્મસંજ્ઞાની ઓળખનું. લઘુનવલનું આ સનાતન અને તેથી તેમાં પુનરાવૃત્ત થતું વિષયવસ્તુ છે. કહેવાનો આશય એ છે કે આ વિષયનાં અને તેની નજીકના વિષયનાં જુદાં જુદાં પાસાંઓને લજ્ય કરી લઘુનવલમાં વિષયવસ્તુઓ લેવાતાં રહે છે. આવા વિષયો છે: આત્મઅભિજ્ઞાન, આત્મજાગૃતિ, આત્મ પ્રસ્થાપના, આત્મસ્નેહ, આત્મસંમાન, આત્મદયા આત્મવંચના, આત્મવૃણા, આત્મવિડંબના, આત્મઘાત, અનાત્મીકરણ વગેરે. લઘુનવલ ચરિત્રપ્રધાન સ્વરૂપ છે અને તેનું મુખ્ય ચરિત્ર સમાજનિરપેક્ષ રહેતું હોય છે. એટલે કે સમાજાભિમુખ રહેવાને બદલે આત્માભિમુખ થતું હોય છે. વ્યક્તિ, સ્વભાવની બહિર્મુખતા કેળવી બહારના સમાજમાં પ્રવૃત્ત થાય છે તેનું સામાજિક વ્યોક્તત્વ વિકસે, પરંતુ અંતમુર્ખતા કેળવી પિતાના મનહદયમાં, પિતાની જાતમાં કેન્દ્રિત થાય ત્યારે તેને અન્ય કોઈની નહીં પણ ખુદ પિતાની જે સમસ્યાઓ હોય છે તેની સન્મુખ થવાનું બને છે. માણસ જ્યારે રાતસન્મુખ થઈ નિજી સમસ્યાઓને મોઢામોઢ થાય ત્યારે તેને પોતાને સ્વને લગતી એવી સમસ્યા એને સામને કરવાને આવે, જે પૂરેપૂરી દાર્શનિક હોય
-
-
ગાયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા--જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૨૧-૩૬ | -૬૭ યુનિવર્સિટી સ્ટાફ કોલેની, વલ્લભવિદ્યાનગર, ૩૮૮૧૨૦
For Private and Personal Use Only