________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૦
પના માઉન બારામ
એક વ્યક્તિ તરીકે ઉપેન્દ્રાયા જેવા છે તેવા જ એક પતિ તરીકે ઉપસી આવે છે. દા. ત. તેઓને નવું નવું જાણુવા-શીખવાની જે ધગરા તે તેએના પત્રોમાં પણ જણાઈ આવે છે. તે જયન્તીદેવીને શરીરસ્વાસ્થ્ય જાળવવા વારવાર જણાવે છે અને તે માટે કસરત કરવાની, પ્રાણાયામ કરવાની ભલામણુ પણ કરે છે. તા બીજી બાજુ તેઓ લખે છે કે અંગ્રેજી લખવા–વાંચવાને મહાવરા ચાલુ જ હશે. એક પત્રમાં લખે છે કે સૌંસ્કૃતને અભ્યાસ બધુ તેા નથ કરી દીધા ને ? તેા વળી બીજી કેટલાય પત્રોમાં સૂર્યને કરે છે કે ભજને લખવાં, પદો લખવાં, ગૂથણુકળા અને રસાઇકળાનાં પુસ્ત। વાંચવા અને નવી વાતા નાંધી લેવી-આ બધી વાતો આપણી સમક્ષ તેઓને એક અભ્યાસુ વ્યક્તિ તરીકે તે રજૂ કરે જ છે પરંતુ તે ઉપરાંત એક પતિ તરીકે પોતાની પ્રિય પત્નીના અંગત જીવનના વિકાસ માટે તે કેટલા આતુર છે એ વાત પશુ બતાવે છે. મને તા એમ લાગે છે કે જો આપણા સૌના દામ્પત્યમાં આ પાસું આવી મળે તે। . પછી આપણે સ્ત્રી-ઉત્કર્ષ કે સ્ત્રી-ઉન્નતિની વાત કે કાયદાએ કરવાની જરૂર નહિ રહે. ઉપેન્દ્રાચાર્યજીના જીવનપ્રદીપનાં આ એજસ સમાજમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે જોવાનું બળ પૂરું પાડે છે. તે સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ અગે, તેઓના ઉત્થાન અંગે ઉપેન્દ્રાચાય જીની ચિંતા પણ આ પત્રોમાં વ્યક્ત થઈ છે. તેઓ જણાવે છે ( પત્ર ૪૮, પાનું ૨૨ } કે, “ સ્રોતિત બહુ પછાત છે તેમાં થોડા પ્રયાસથી તારા જેવી આગળ પડી શકે.' તેઓએ પાતાનાં સહધર્મચારિણીને કયારેય પોતાના કરતાં નીચાં કે ઓછાં નહિ સમજ્યાં હોય એમ ‘પત્રસુધા’ના પત્રો પરથી લાગે છે. તેમ છતાં તેઓના હૃદયમાં જયતીદેવીનુ સ્થાન એટલું અનન્ય છે કે લગભગ દરેક પત્રમાં એક ચિ`તિત પતિની ઠંખી. ઉપસે છે. જયંતીદેવીના સ્વાસ્થ્ય માટે, તેના વૈચારિક, આધ્યાત્મિક વિકાસ માટે એમાં એટલાં બધાં સૂચના-માદ ના છે કે વ્યક્તિવિકાસ માટે ઇચ્છુક વાચક એમાંથી અદ્ભુત ભાથું પ્રાપ્ત
કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપેન્દ્રાચાર્ય જીએ જયન્તીદેવીને કરેલાં સખાધને એવાં તા અથ પૂર્ણ, અલ કારયુક્ત અને આકર્ષક છે કે પત્ર વાંચી લાધા પછી પણ સમેધાને વાગેાળવાનું મન થાય. ગુજરાતી પત્રસાહિત્યમાં આટલાં પ્રેમસભર, કવિતાસભર અને અર્થસભર સંમેાધના બહુ જ એછા લેખકોએ પ્રત્યેાજ્યાં હશે. સાચે જ સ ંખાધનેાની સુંદરતા હૃદયને સ્પર્શી ગયા વિના રહેતી નથી. ઘેાડાં ઉદાહરણા જોઇ એ. ઉપેન્દ્રાચાર્યજી લખે છે જયન્તીદેવી માટે—સ્નેહમયી, સુભાગ્યવતી, વિશુદ્ધહૃદયા, પ્રીતિપાત્ર, સદ્વિવેકિની, સદ્ગુણુાલંકૃતા, શુભસંપત્તિવિભૂષિતા, સશુભગુસ‘પન્ન, પરમાત્મપ્રીતિપાત્ર, પ્રસન્નહૃદયા.
જેમ પત્રનાં સખેાધને મન હરી લે તેવાં છે. તે જ રીતે પત્રના અ'તે ઉપેન્દ્રાચાર્યે પોતાના માટે પ્રયાજેલાં વિશેષણા પણ તેના દામ્પત્યની એક મધુર ગિરમા પ્રગટ કરે છે. દા. ત. તેઓ લખે છે-લિ. અભિન્ન, અનુરાગી, કલ્યાણુચ્છક, શુદ્ધસ્નેહુબદ્ધ, હિતચિંતક, શુભચિંતક, નિત્યહિતચિંતક.
ખરેખર પત્રોનું આ પાસ' આત્માને આહ્લાદ આપે તેવું છે. તા પત્રોની શૈલી પશુ વિશિષ્ટ છે. કવિત્વમય ભાષા અને ભાવનું માધુર્યાં એ આ પત્રોનું ધ્યાન ખેંચે તેવું પાસું છે. પેાતાની પ્રિય પત્ની, તે તેઓ પોતાનું અભિન્ન અંગ માને છે, જેના તરફ તેઓને અનહદ
For Private and Personal Use Only