________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૯૫ના મેહન બારોટ
વળી પત્રો શાસ્ત્રીય કે શૈક્ષણિક હેતુઓ માટે પણ લખાય છે. જેમકે હાલમાં પ્રા. હસિત બચ “ ગુજરાતી સ.હિત્યને ઇતિહાસ' પત્રરૂપે લખી રહ્યા છે બીજા પ્રદેશના માણસોને ગુજરાતી સાહિત્યનો પરિચય થાય તેની સાથે સાથે આ સ્વરૂપમાં વચ્ચે મેકળાશ પણ મળે. પત્રમાં એમ પણ લખી શકાય કે “ તું વડોદરા આવીશ ત્યારે આપણે સુગમ શ્રીખંડ ખાઈશું.' એમ પત્રમાં હળવાશ મળે. કયારેક પત્રમાં ટીખળ પશુ કરી શકાય. આ માટે ગાંધીજીના પત્રોનું એક દષ્ટાંત ટાંકું-જાણુતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી. અબ્બાસ તૈયબજી અને ગાંધીજી વચ્ચે અંગત ધરોબો હતો. તૈયબજી દાઢી રાખતા. તે ફરફર થતી ત્યારે ગાંધીજી તેમને BHRhhh કહીને ચીઢવતા. આથી મજાકરૂપે ગાંધીજીએ એક પત્રમાં તૌયબજીને સંબોધન કરતાં લખ્યું છે Dear Bhrhhh...ગાંધીજીના આ પ્રખ્યાત પત્રની નકલ અત્રેની મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રાચ્યવિદ્યા મંદિર (Oriental Institute)ના હસ્તપ્રત વિભાગ ( Manuscript Section )માં જોવા મળે છે. છે ને પત્રની હળવાશને જવલંત નમૂને ?
ઐતિહાસિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક રીતે મહત્વની વ્યક્તિઓના પત્રો અમૂલ્ય ગણાય છે. દા. ત. ગાંધીજીના ૫ લાખ રૂપિયાની કિંમતે ભારત સરકારે ખરીદ્યા છે.
તો સાહિત્યનાં કેટલાંક સ્વરૂપે પણ પત્રરૂપે લખાય છે. દા. ત. ટૂંકી વાર્તા ઘણીવાર પત્રરૂપે આવે છે. કલાકારને કાલ્પનિક કે અનુભૂત મને મંથન રજૂ કરવા માટે પત્રનું સ્વરૂપ આત્મીય અને હળવું લાગે છે. પત્રમાં અંગત સ્પર્શ પણ આવે અને તેમાં વિષયાંતર પણ ચાલી શકે.
કેટલીક વખત કવિતા પણ પત્રરૂપે થાય છે. દા. ત. હીરાબહેન પાઠકનું “પરલોકે પત્ર.” તે ઈતિહાસના પાઠ આપવાના શૈક્ષણિક હેતુસર પંડિત નહેરૂએ લખેલા પ્રિયદર્શિનીને પત્રો ” જગપ્રસિદ્ધ છે.
પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં શકુન્તલાએ દુષ્યન્તને લખેલ પત્ર નોંધનીય છે. જેને વિષય બનાવીને રાજા રવિવર્માએ ઉત્તમ ચિત્રો દોર્યા છે. તે કાલિદાસનું “મેઘદૂત' એક પ્રકારના મૌખિક પત્ર જ છે ને ? જેમાં વક્ષ વાદળને “તું આ જોઈશ. તું આ જોઈશ...' કહેતાં કહેતાં ભારતની ભૂગોળ જણાવી દે છે. | ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકર, ગાંધીજી અને સરદારના પત્રે નોંધનીય છે,
બર્ટન વોટસન કે જેમણે “Letters of Four Seasons ' પુસ્તકની પ્રસ્તાવના લખી છે. તેઓના મતે પરદેશી કે પરાયી ભાષામાં પત્ર એ બહુ જ મુંઝવનારે મામલો છે. કારણ કે પત્રો પ્રણાલીબદ્ધ કે રૂઢિગત હોય છે. દા. ત. જાપાનમાં પત્રની શરૂઆતમાં નિર્દેશ થાય છે. જાપાનીઓ લખે છે કે... “The sky is high and the horses are fat,.” આમ ઋતુનિર્દેશ એ જાપાનની સભ્યતા છે. આમ વિવિધ પ્રદેશોની પિતાની પ્રણાલીઓ, રૂઢિઓ પત્રસ્વરૂપમાં જોવા મળે છે.
* આ લેખ લખાયા બાદ પ્રા. હસિત બૂચનું દુઃખદ નિધન થયું છે તેની સખેદ નોંધ લઈએ છીએ—સંપાદક.
For Private and Personal Use Only