________________
Shri Mahavir Jain Aradhana Kendra
“કેનવાસના એક
www.kobatirth.org
ખૂણા સંકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ
મહેશ ચ પકલાલ
પાત્રગત ચૈતસિક વ્યાપારને, માનસિક ગતિવિધિને ક્રિયારૂપે રજૂ કરવાં, તેને દશ્ય શ્રાવ્યુરૂપ આપી ઇન્દ્રિયમાલ બનાવવાં એ કોઈ પણુ નાટ્યકાર માટે મેાટા પડકાર છે. રંગભૂમિના વિકાસના વિવિધ તબકકે નાટ્યકારોએ આ પડકાર ઝીલી લઈ વિવિધ નાટ્યપ્રયુક્તિ stage devices દ્વારા પાત્રગત મનાવ્યાપારીને મચ ઉપર સફળ રીતે સાકાર કરવાની મથામણુ કરી છે. ગ્રીક નાટકમાં કોરસ દ્વારા પાત્રના મનેગતને ઉજાગર કરવાના પ્રયત્ન થતા તે સંસ્કૃત નાટકામાં પાત્ર પોતાના મનને ‘ સ્વગત ’ દ્વારા કે ‘આત્મગત ' દ્વારા અપવાતિ/જનાન્તિક જેવી નાટ્યરૂઢિઓ દ્વારા અભિવ્યક્ત કરતું. શેકસપિયર જેવા મહાન નાટ્યકાર પાત્રના મનમાં ચાલતા આંતરિક સંઘ ને ‘ સ્વગતિ ’soliloquy ના માધ્યમથી સંબળ અને સચોટ રીતે ક્રિયાન્વિત કરે છે. આધુનિક નાટ્યકારામાં પિરાન્દલેા, પાત્રના આંતર વ્યક્તિત્વને, એક પાત્રમાં જીવતાં અનેક પાત્રોને • આંતરનાટક ' play within a playની નાટ્યપ્રયુક્તિ દ્વારા રંગમચ પર જીવંત કરી બતાવે છે. નવલકથાકાર વહુ નનેા આશ્રય લઈ, પાત્રના આંતર મનને ભાવક સમક્ષ સહેલાઈથી છતું કરી શકે છે અને ભાવક પણ નિરાંતે પાત્રના સકુલ મનની જટિલતા ઊઠેલી શકે છે. ભજવાતા નાટકમાં આ શકય નથી. તેમાં તેા પાત્રની psychological life, physical ઉપકરણ દ્વારા જ નક્કર રીતે રજૂ કરવાની હોય છે. કશું abstract ના ચાલે. પાત્રના મનની તમામ સ‘કુલતાએ, ગ્રંથિ, ચૈતસિક વ્યાપારી તેનાં વાણી અને વણૅન દ્વારા પ્રેક્ષક આગળ છતાં થાય છે અને તે માટે નટ અને નાટ્યકારે વાસ્તવિકતાને અતિક્રમી જઈ સ્વગતેાક્તિ, આંતરનાટક જેવી વિવિધ નાટ્યધી યુક્તિ-પ્રયુક્તિએ કામે લગાડવી પડે છે. અરૂપ, અમૂર્ત એવા મનાવ્યાપારને દશ્યશ્રાવ્ય પ્રતીકો દ્વારા મૂર્ત કરવાં એ જ નાટ્યકળાની વિશેષતા છે.
ડૉ. લવકુમાર દેસાઇ એ પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ પાત્રના મનની આંટીછૂટીએ સ્વાભાવિક રીતે પ્રેક્ષક આગળ છતી થાય અને પ્રેક્ષક પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ તેના મનને પામી શકે તેવી રીતે પ્રસ ંગાની ગૂથણી પેાતાના નવીન નાટ્યસંગ્રહ 'કેનવાસના એક ખૂણા 'માં કરી છે. ડૉ. લવકુમાર ચિત્રકળા જેવી દશ્યકળાની પરિભાષામાં જ પોતાના નાટ્યસંગ્રહાનાં શી ક યેજે છે તે પણ સૂચક છે. • પીછી કેનવાસ અને માણુસ' એકાંકીસ ગ્રહ
અક્ષયતૃતીયા જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦
‘સ્વાધ્યાય ', પુ. ૨૭, અંક ૩-૪,
આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૫૧-૩૬૦.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* નાટ્ય વિભાગ, ફૅકલ્ટી ઓફ પરફોમી ંગ આર્ટ્સ, મ. સ. યુનિ., વડાદરા.
સ્વા
For Private and Personal Use Only