Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ રવિના પાત્ર દ્વારા સીધા જ ગગનને માનસપ્રવેશ કરાવે છે. દૃષ્ટિબિંદુ અને રવિ દ્વારા પ્રગટ થતું objective દષ્ટિબિંદુ અહીં ત્યાં જ નિહારિકાનેા પ્રવેશ થાય છે અને હવે પ્રેક્ષક વિ દ્વારા પરિપ્રેક્ષ્યમાં ગગન-નિહારિકાના વ્યવહાર જુએ છે. નિહારિકા ખુશાલીના સમાચાર લઇ ને આવે છે. રવિ, નિહારિકા કહે એટલે આનંદના સમાચાર જ હોય એવું મંતવ્ય પ્રગટ કરે છે ત્યારે મનેરુગ્ણ એવા ગગન ખાલી ઊઠે છે, “ That is subjective '. આવતા અઠવાડિયે ભજવાનારા નવા નાટકમાં ગગનની હીરા તરીકે નિયુક્તિ થઇ છે ત્યારે બધેા જ અસબાબ રેડી અભિનયજગતમાં છવાઈ જવાનું નિહારિકા આહ્વાન આપે છે પણ લઘુતાગ્રંથિથી પીડાતા ગગન તે રાલ ખીજાને આપી દેવાનું સૂચવે છે. નિહારિકાના આગ્રહથી અ`તે ગગન હા પાડે છે અને આંતરનાટકના રિહર્સલનું દૃશ્ય શરૂ થાય છે. આંતરનાટકને નાયક મનેાહર પેાતાની પત્ની મનીષાને કુલ્ટા, વેશ્યા, વિશ્વાસધાતી કહી તેને ટાટા પીસી નાંખવા તૈયાર થાય છે એવા દૃશ્યનું રિહર્સલ કરતી વેળા ગગન ‘સ્વગત ' ઉક્તિ દ્વારા પોતાના મનની વાત પ્રેક્ષકા આગળ પ્રગટ કરતાં જણાવે છે, “ ગગન, તારા માટે આ સુંદર તક છે. આવી તક વારવાર નથી આવતી. નાટકમાં તું મનહર બન અને (દાંત કચકચાવીને) તું નાટક કરતા હોય એમ મનીષા ઉર્ફે તારી પત્ની નિહારિકાને ટાટા પીસી નાંખ. હા, હા, ટાટા પીસી નાંખ. ન રહેગી ખાસ, ન બજેગી 'સરી... '' અહીં ગગનના અજાગ્રતમનમાં ઊંડે ઊંડે ધરબાઈ ને પડેલી અપરાધવૃત્તિ છતી થાય છે. નિહારિકા પરત્વેની લઘુતાગ્રંથિની આ ચરમસીમા છે. આંતર નાટકના નાયકને! સમાન માનસિક પરિવેશ અને રિહર્સલ દરમ્યાન ઉદ્દીપ્ત કરતી ડાયરેકટરની આ ઉક્તિ, '' ગુસ્સા લાવે, પુરુષત્વ લાવે...'' ગગનને નિહારિકાનું ગળું દાબી દેવા પ્રવૃત્ત કરે છે. અહી આંતરનાટકનેા ઉપયોગ એકાંકીના નાયક ગગનને અમુક કાય કરવા પ્રેરવા થયા છે, તેનું માનસિક પૃથક્કરણ કરવા નહિ. આંતર નાટકના માધ્યમથી મનહર અને ગગનનું સમાન્તરે માનસપૃથક્કરણુ થયું હોત તે તે વધુ નાટયાત્મક બનત. ગગનના મનનું પૃથકકરણ કરવાનું કામ રવિ દ્વારા નહિ પણુ આંતરનાટક દ્વારા સમાંતરે થયું હેત તે તેનાથી કંઈક જુદો જ ઘાટ ઘડાયા હૈાત અને પ્રેક્ષક પોતે પોતાનું દૃષ્ટિબિંદુ સ્વતંત્ર રીતે કેળવતા થયા હોત. આંતરનાટકની ટેકનીકના વિનિયોગ માનસપૃથકકરણુ માટે નહિ પણ નાયકને અમુક કાર્ય કરવા પ્રેરવા થયા છે. મહેશ ચંપકલાલ ગગનનું subjective પરસ્પર ટકરાય છે બંધાયેલી ભૂમિકાના આંતર નાટક પૂરુ· થતાં ડૌકટર દ્વારા * નિહારિકા મા બનવાની છે’ તે રહસ્યનું ઉદ્ઘાટન થાય છે ત્યાં anti climax સર્જાય છે. ગગન સ્ટેજ પર ધસી આવેલા ટોળાથી સરકતે! સરકતા એક ખૂણામાં જાય અને સ્પોટ લાઈટના પ્રકાશમાં સ્વગત ખાલી ઊઠે ‘શું ખાતરી એ બાળક મારું હશે? મારું એટલે માત્ર નિહારિકાનું નહિ. મારું એટલે નિહારિકા અને ગગન કાનાબારનું...મને કાંઇ સમજાતું નથી. 'ત્યાં પરકાષ્ઠા સર્જાય છે. પેાતે શારીરિક રીતે પિતા બન્યા હૈાવા છતાં માસિક રુગ્ણતા, લઘુતાગ્રન્થિ આ સત્યને સ્વીકાર થવા દેતી નથી. ‘ મને કાંઈ સમજાતું નથી. એ ઉક્તિ દ્વારા, નાયકની ધૂ...ટાતી વેદના, પ્રેક્ષકના હૃદયની આરપાર નીકળી જાય છે. For Private and Personal Use Only ' સંગ્રહમાંના દ્વિતીય એકાંકી ‘ યાલા જમનાજીની જાનમાં ' પતાનાં સંતાનોથી હડધૂત થયેલા થયેલા નિવૃત્ત વૃદ્ધજનાની, ‘ફાસિકલ કોમેડી 'ના વિનિયોગ દ્વારા ઠેકડી ઉરાડવાને ઉપક્રમ

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192