________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કેનવાસને એક ખૂણે "-સકુલ આંતરમનની તરેલ અભિવ્યક્તિ
સહપસ્થિતિ પામ્યાં છે. રવિની દષ્ટિએ ગગન નિહારિકાને સંભેગી શક- નથી જ્યારે ગગનની દષ્ટિએ નિહારિકા જાતીય આવેગ અનુભવતી નથી. રવિ હવે ગગનના ભીતરી મનનું પૃથક્કરણ કરવા પ્રવૃત્ત થાય છે. કોલેજમાં નાટકના માધ્યમથી પાસે આવનાર, નાટક કરતાં કરતાં પરવાના કૈલ આપી વાસ્તવિક જીવનમાં નિહારિકાના પતિ બનનાર ગગન કાનાબારને લગ્ન પછી પણ
જ્યારે નાટ્યસંસ્થાઓએ નાટક કરવા આમંત્રણ આપ્યું ત્યારે નિહારિકાને હિરોઈન બનાવી પણ પિતાને હીરે ના બનાવ્યો આ તેને એપેન્ડિકસના દર્દીની માફક ખૂંચ્યું અને તે કણસતે રહ્યો અંદરથી તૂટતે ગયો. રવિની દૃષ્ટિએ આ છે તેની લઘુતાગ્રન્થિ. સામે છેડે ગગન પણ, નાટકમાં પિતાને કઈ રોલ નથી તેથી નિહારિકા જોડે નાટકના રિહર્સલમાં તે ગયે નથી; નિહારિકા હિરેઈન તરીકે કામ કરતી હોય અને તેની આંખના ઇશારે એકસ્ટ્રાઓ પૂંછડી પટપટાવતા નિહારિકાની આજબાજ ઘૂમતા હોય અને પોતાને કોઈ ભાવ ના પૂછે આ સ્થિતિ તેને પસંદ નથી એ એકરાર કરે છે, આ છે લઘુતાગ્રંથિ ઉદ્દભવવાનું એક કારણ તો બીજુ કારણ છે પોતે નિહારિકાના પ્રેમથી ઉબાઈ ગયો છે, અકળાઈ ગયું છે અને તેને બદલામાં કશું આપી શકતા નથી. તેની સાથે કઈ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરી શકતો નથી. તે પિતાને સમજી શકતી નથી. આખો દિવસ ઓફિસની ઊથલ-પાથલ પછી ઘરે પાછા ફરે તો નિહારિકા નાટકના રિહર્સલમાં. રવિની દષ્ટિએ આ ગગનનું projudiced mind છે, ભાગેડુ વૃત્તિ છે, લંગડાતે અહમ છે. નિહારિકાની વાહવાહથી તેનામાં રહેલ પુરુષ ધવાય, છંછેડાય, કંઈને કંઈ કરી નાંખવાનું મન થાય પણ પ્રતિષ્ઠા આડે આવે ને પોતે કશું કરી ના શકે. અહીં તેની લઘુતાગ્રન્થિનાં મૂળ રહેલાં છે. રવિ આ બધાના ઉપાય તરીકે નિહારિકાને માં બનાવી દેવાનું સૂચવે છે ત્યારે ગગન ચૂપ થઈ જાય છે. તેનું મોઢું વિલાઈ જાય છે. ગગનની દષ્ટિએ નિહારિકા કદી મા બની શકે તેમ નથી. ડોકટર પાસે ચેક કરાવવા જઈએ ને નિહારિકા મા બની શકે તેમ ના હોય તો તેને કેટલો મોટે આધાત લાગે એ કારણસર ગગન દાક્તરી તપાસ કરાવતા નથી. અહીં ગગન જે કારણ જણાવે છે તે સાચું છે ? શું પતે ઐણુ છે એટલે દાકતરી તપાસ કરાવવાની ના પાડે છે કે પછી નિહારિકામાં જ કે ઊણપ છે અને તે તેની જાણ નિહારિકાને થવા દેવા નથી ઈચ્છતો એટલે ના પાડે છે ? નાટકના અંતે નિહારિકા ગર્ભવતી હોવાનું પ્રગટ થાય છે તેને આ સંદર્ભમાં તપાસતાં જે ગગન ણ હાય, ખરેખ૨ નપુંસક હોય તે પછી નિહારિકાના સંતાનને પિતા તે નથી એવી તેની દહેશત સાચી ગણાય પણ જે તે લઘુતાગ્રંથિ હોય તો પછી પોતે ખરેખર પિતા બન્યા હોવા છતાં, નિહારિકાની કૂખે તેનાથી જ બાળક પેદા થયું હોવા છતાં તેની લઘુતાગ્રંથિ તેને આને સ્વીકાર કરવા દેતી નથી તેવું પ્રગટ થાય. મુદ્દો એ કે નાટ્યકારે આમુખમાં જણાવ્યું છે તેમ નાયક લઘુતાગ્રંથિથી પીડાય છે તેથી માનસિક નપુંસક્તા ધારણ કરી બેઠો છે કે પછી રંગનિર્દેશમાં જણાવ્યું છે તેમ સ્ત્રૌણ-શારીરિક દૃષ્ટિએ નપુંસક છે માટે લઘુતાગ્રંથિથી પીડાય છે ? મને લાગે છે કે આમુખવાળી વાત વધુ તાર્કિક છે અને તેથી રગનિશમાં ગગનને ૌણ પ્રકૃતિને હવાની જે વાત કરી છે તે ટકતી નથી રવિ ગગનને નિકટને મિત્ર હોવાથી આ પ્રકારનું માનસ પૃથક્કરણ કરે તે સ્વાભાવિક છે. રવિ અને ગમનની વાતચીત પૂરતી ભૂમિકા બાંધી આપે છે. ગગનની લઘુતાગ્રંથિ પાછળનાં કાણે સ્પષ્ટ કરવાની નેમ અહીં નાટ્યકારે રાખી છે. એકાંકીમાં લાધવ જાળવવાનું હોવાથી નાટ્યકાર
For Private and Personal Use Only