________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાઈ
ન બને દેશો વચ્ચે પ્રવર્તમાન શાસ્ત્ર-શાસક વ્યવસ્થા દેવી છે અને તેમાં વિરોધ ન કર જોઈએ. તેને અનુસરીને વર્તન કરવું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું બની રહે છે. આ કવિની બ્રિટિશ શાસન પર કેવી અચલ શ્રદ્ધા છે, કે તેઓ તે શાસન અને ભારતીય પ્રજાના સંયોગને મોક્ષ આપનાર માને છે !'
૬૬મા પઘથી નીતિવૈરાયોવેશ નિ જવાન વિભાગ શરૂ થાય છે અને ૧૧૪મા પદ્ય સુધી ચાલે છે.
કવિ માને છે કે ઘણી બધી વિદ્યા મેળવી હેય, પણ જે તે કાર્યમાં પરિણુત ન થાય તે તે વિદ્યા ભારરૂપ બની રહે છેઃ
विद्या बहुलाधिगता गर्दभगतरत्नभारतुल्या सा ।
यदि तस्याः परिणतिः कार्येषु, शुभेषु तदुपदिष्टेषु ॥ ६७ ગધેડા પર રત્ન લાદવામાં આવે તે તેને તેના મહત્વનું ભાન હોતું નથી, તે તે તેને માત્ર ભારરૂપ જ ગણે છે તેવું જ વિદ્યાનું પણ છે, એમ કવિ માને છે. આ પદ્યોમાં કવિ સ્નાન, વ્યાયામ, ખુલ્લી હવામાં ફરવું; વ્યસની, શઠ તથા મિથ્યાભાષી લોકોના સંપર્કને ત્યાગ વગેરેની વાતો કરે છે.
સુખી થવા માટેના ઉપાયો તરીકે કવિ નીતિ, ધર્ય, ચિત્તની સમતુલા, સદવિદ્યા, દક્ષતા, ઈષ્ટદેવ પર ભક્તિ, ઈન્દ્રિયસંયમ, પ્રબળ દેહશક્તિ, મનવચનકર્મથી નિશ્ચલ અહિંસા, બધા કાળમાં સત્ય, ઉદ્યોગ, શમ, દૌર્ય, અવ્યભિચારિણું ભક્તિ, દયા, દાન, સદાચાર, બ્રાતૃભાવ, વિષ પ્રત્યે અનાસકિત, બ્રહ્મચર્ય, નિમત આહાર તથા વિહાર, ખોટા વાદવિવાદને ત્યાગ, બેટી ચિન્તાને ત્યાગને ગણાવે છે.'
પ્રજાઓનાં ઉત્થાનપતનની પ્રક્રિયા પાછળ કાળની લીલા જ કામ કરી રહી છે એવું દર્શાવતાં કવિ નિમ્નલિખિત પદ્ય પ્રસ્તુત કરે છે.
क्व गतो जूल्यससीझरनामा कीर्त्या प्रदीपितात्मकुलः । नेपोल्यनोऽपि पतितः कारागारे पयोधिमध्यगते ॥ ८६
કવિ જુલિયસ સીઝર અને નેલિયનનાં ઉત્થાનપતનને ખ્યાલ આપે છે અને તેમના જીવન પરથી બોધ લેવા અનુરોધ કરે છે ?
आपत्तौ न विषादस्तस्मात् कार्यों विवेकमतियुक्तः । सम्पत्तौ न च हर्षः सेव्यं साम्यं सदा घृतिसमेतम् ॥ ८७
આપત્તિમાં વિષાદ ન કરે અને સંપત્તિમાં હર્ષ ન કરો અને મનની સમતુલા બને પરિસ્થિતિમાં જાળવી રાખવી એ જ સુખી જીવનની ગુરુચાવી છે.
For Private and Personal Use Only