________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પત્રસુધા’માં શ્રીમદ્દ ઉપેન્દ્રાચાય જીની દાપત્યવ્રુતિ
૩૩૨
આમ ાવા ઉપરાંત સાહિત્યનાં ખીન્ન સ્વરૂપેણ કરતાં પત્રસ્વરૂપનું ભિન્નત્વ એ છે કે તેમાં બે પરિચિતા, તે ય એક સમાન પશ્ચાદ્ભથી પરિચિત વ્યક્તિએ વચ્ચેના વ્યવહારવિનિમય છે. તેથી જ વાચકને પત્રોમાં વ્યક્તિ, પ્રસ`ગાદિ ઉલ્લેખા કોઈ સ્પષ્ટીકરણ વિનાના મળે છે. કારણ કે તે અત્યંત personal ઉલ્લેખ હાય છે. પરાયા . માટે તે કાયડા જેવા રહે છે.
નવા વિચારોના પ્રચાર-પ્રસાર માટે પત્રા ઉત્તમ માધ્યમ છે. એમાં ચિંતન-કથન-વિચાર ધડવાનું કામ થયા કરે છે કારણ કે એ વ્યક્તિ વારાફરતી પરસ્પર વિચારીને વિનિમય કરે છે. એમાં Rambling ( સ્વૈરવિહાર ) શકય બને છે તથા Informal medium of expressionરજૂઆતનુ અનૌપચારિક માધ્યમ વરતાતું જાય છે.
પત્રસ્વરૂપનાં આ બધાં અંગોના વિચાર કરીને જાતાં ઉપેન્દ્રાચાય જીએ લખેલા ‘પત્રસુધા’ના પત્રો ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ જોવા મળે તેવા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્રે અનેાખું પ્રદાન કરનાર ઉપેન્દ્રાચાર્ય જીનું આ પત્રસાહિત્ય સાથે જ નોંધપાત્ર છે.
' પત્રસુધા 'માં આ કાલીન ઋષિદ'પતી જેવું જીવન જીવતાં બે વ્યક્તિત્વા ધબકે છે. પત્રો લખ્યા છે તે ઉપેન્દ્રયા એ પણ પત્રોનુ* વાચન કરતાં ઉપેન્દ્રાચાય જીની સાથે સાથે જયન્તીદેવીના વ્યક્તિત્વનાં અનેક પાસાં વાચક સમક્ષ ઊધડી આવે છે. એ આ પત્રોની ખૂબી ગણી શકાય.
જુદા જુદા પ્રસંગોએ લખાયેલા પત્રોમાં કયાંય કાઇ આચાયના ઊંચા પદના ભાર નથી વાતા. એમાં તે છે નિર્ભેળ પ્રેમ. સ્પષ્ટ સમજદારીપૂર્વક પેાતાની પ્રિય પત્નીને લખાયેલા આ પત્રો છે.
જગતને પાતાની પ્રતિભાથી વિશિષ્ટ પ્રદાન કરનાર આવા મહાપુરુષોની વિચારસરણી વિશ્વના કોઇપણ ખૂણે કેવી એક સમન હેાય છે તેની પ્રતીતિ આપણને આ પત્રો વાંચ્યાથી થાય છે. શ્રી ઉપેન્દ્રાચાર્યજીએ જયન્તીદેવીને ઉદ્દેશીને આપેલ સલાહ-શિખામણા વ્યક્તિમાત્રને માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી ગણી શકાય. દા. ત. “ હુંમેશાં આનંદમાં રહેવુ...'' એમ તેઓએ ધણા પત્રોમાં જુદી જુદી રીતે દર્શાવ્યું છે. ઇશ્વરેચ્છાથી જે જે કઈ આવી મળે તેના સ્વીકાર કરવા અને પ્રસન્ન રહેવુ. એ કઈ નાનીસૂની વાત નથી. ફક્ત ઉચ્ચાત્માએને જ સાધ્ય એવી આ કલા આ દંપતીના જીવનમાં સહજપણે વણાઈ ગયેલી જોઈ શકાય છે.
* પત્રસુધા ' ના આ પત્રો આપણને બતાવે છે કે આધ્યાત્મિક સાધના ગૃહસ્થાશ્રમમાં પણુ સરળ રીતે સાધી શકાય છે. પેાતાના જીવનકાર્ય થી આ સાધના કરતાં કરતાં તેએાએ દંપતીજીવનને ઉચ્ચગામી કરે તેવું સાહિત્ય સજર્યું એ આ દપતીની સમાજને અણુમાલ ભેટ છે. કારણ કે પલાયનવાદ ( Escapism )ના આ યુગમાં તેએાએ સામાજિક જવાબદારીઓમાંથી છટકવા કરતાં તેને અદા કરતાં કરતાં ઉચ્ચતા પ્રાપ્ત કરવાને માર્ગ બતાવ્યા છે. ૬ પત્રસુધા ’ ના પત્રો આ રીતે સમાજના દામ્પત્યજીવનને ધડનાર પણુ ગણી શકાય. પોતાની આસપાસ બનતાં બનાવાના ઉલ્લેખ જગતને નિરપેક્ષભાવે જોવાની રીત અને દરેક બાબતમાંથી સાર શોધવાની ઇચ્છા એ બધું ાણીને વાચક એવી અનુભૂતિ કર્યા વિના રહી શકતે નથી કે હા, આ તે અમારા જ જીવનની વાત છે ! અને એમાંથી આટલે સારા ઉકેલ પણુ મળી શકે !
For Private and Personal Use Only