Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ પત્ની, પુત્રને જન્મ આપી, પરધામ પહોંચી ગઇ છે. પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવવાને કારણે એક યુવાનના જીવનમાં ઊભી થતી આત્મપ્રસ્થાપનાની આ કથા દાર્શનિક વિષયને અનુરૂપ માવજત પામી નથી. જિજ્ઞાસામૂલક મનોરંજનલક્ષી વાર્તામાળખાથી રચાયેલી આ કથામાં પસંદ કરાયેલ વિષયવસ્તુને કોઈ રીતે ન્યાય મળ્યો નથી. વાસ્તવિભાવનામાં તાર્કિકતા અને સુરેખતા સચવાયાં નથી. ભગીરથને યક્ષપ્રશ્ન એ તે પ્રાથમિક સામગ્રી હતી, એના વિનિયોગ વડે ખરેખર તે એના જીવનાનુભવમાંથી દાર્શનિક અર્થ નીપજાવવાનું હતું. પરંતુ અહીં તે લેખક વૃત્તાંતનિવેદન કરી, કેવળ કથારસ સંતોષી અટકી ગયા છે. ગુજરાતી લઘુનવલોમાં, આમ, આત્મવંચના, આત્મઘાત, આમસભાનતા, આત્મઅભિજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, આત્મજાગૃતિ, આત્મબોધ, અનાત્મીકરણ, આત્મપ્રસ્થાપના-જેવાં વિષયવસ્તુઓ લેવાયાં છે. જોકે આ વિષયવસ્તુઓને બધી લઘુનવલમાં પૂરો ન્યાય મળે છે એવું નથી. ક્ષમતાપૂર્ણ અને શકયતાસભર હેવા છતાં “કાણ?', “ભાવ અભાવ', “ યક્ષપ્રશ્ન” જેવી કૃતિઓનાં વિષય-વસ્તુઓ વેડફાઈ ગયાં છે. તો “ઉપનાયક', 'પેરેલિસિસ', “તેડાગર', આંધળી ગલી' જેવી કૃતિઓમાં વિષયવસ્તુઓને યેગ્ય માવજત ન મળતાં એમાં કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે. બીજ, સ્વ અને આત્માને લગતી આવી દાર્શનિક સમસ્યાઓમાંથી ઉપર નિર્દેશ કર્યો તેવી અમુક જ આપણી લઘુનવલોમાં આવી છે, બીજી આવી કેટલીય દાર્શનિક સમસ્યાઓ વિષયવસ્તુરૂપે હજ આવી નથી. જેમકે, આત્મસ્નેહ, આત્મસન્માન, આત્મનિગ્રહ, આત્મનિંદા, આત્મદયા, આત્મણા, આત્મબલિદાન, આત્મવિડંબના જેવા વિષયવસ્તુઓની કથાઓ હજુ મળી નથી. એ વિષયવસ્તુઓ પણ ઓછાં રસપ્રદ નથી. ત્રીજ, આવાં વિષયવસ્તુને લઈને કથાસર્જન કરતાં આપણું સર્જકોને આ વિષયના દાર્શનિક ગહન ગંભીર ધરાતલ અને પ્રકૃતિને. પૂરે ખ્યાલ હોય એવું જણાતું નથી. કેમકે આવી સમસ્યાઓને મનુષ્યના અસ્તિત્વમૂલક સંધર્ષને સ્તર ઉપર જેટલી મૂકવી જોઈએ તેવું થઈ શકતું નથી. શું, આવાં વિષયવસ્તુની માવજતમાં પણ પૂરી સજજતા સૂકમતા જણાતી નથી. મનુષ્યના મનનું તળિયું તપાસી લે, તેના અંતરના ઉંડાણુનું અવગાહન કરી આપે, તેના ઉર-અંતરની સંકુલતાને આંબી લે અને મનુષ્યના સ્વના સંધર્ષને કાં તો નીતિમૂલક, કાં તે મૂલ્યવિષયક, કાં તે ચેતનાવિષયક, કાં તે અસ્તિત્વમૂલક, કાં તે કર્તવ્યમૂલક, કાં તે સામાજિકતાપક, કાં તે માનસિકતાપરક, કાં તે ધર્મમૂલક ભૂમિકાએ સ્થિર કરીને કળાત્મક સ્તરે ઉજાગર કરી શકે એવી ઉપકારક ટેકનિકના વિનિયોગની અસમર્થતા ૫ણ દેખાય છે. સ્વા ૧૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192