________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
૩૩૩ ડૂબતા જાય છે. એછવલાલ મટી ઉત્સવ પરીખ બની રહે છે ! સીધી લીટીએ ચાલતા એક ભલે નેકદિલ માણસ જીવનસંજોગો દ્વારા કે પરિવર્તિત થઈ જાય છે તેની કથા લેખિકાએ
સવું અને હાણુ બંનેને અનુભવ થાય તે રીતે પ્રેજિકેમિક મેડમાં કહી છે. અનાત્મીકરણના વણ્યવિષયની આ એક નમૂનેદાર અને આસ્વાદ્ય ના, આપણા સાહિત્યમાં છે.
આત્મપ્રસ્થાપના ( self-assertion)નું વિષયવસ્તુ લઈને પણ ત્રણ લઘુનવલ રચાઈ છે. એ ત્રણેયમાં વધુ જાણીતી થઈ છે ધીબેન પટેલની “વાંસને અંકુર' નામની રચના. તેને કથાનાયક કેશવ એક બદનસીબ સંતાન છે જે નાનપણમાં જ માના મૃત્યુ અને શ્રીમંત સસરાના અકિંચન જમાઈ એવા પિતાની લાચારીને કારણે માતાપિતાની છત્રછાયા હેઠળ ઉછરવાને બદલે ધનિક ૫ણુ કડક સ્વભાવના માતામહ રમણીકરાયને ત્યાં પિતા-આશ્રિત વિધવા માસીઓના હાથે ઉછરી રહ્યો છે. નિયમચુસ્ત રમણીકરાને ત્યાં કયારે સૂવું અને ક્યારે ઊઠવું, શું કરવું અને શું ન કરવું એની દઢપણે ઘડેલી આચારસંહિતામાં શિસ્તબદ્ધ અને આજ્ઞાંકિત જીવન જીવવાનું થતાં કેશવના મનમાં અણગમે તે થાય છે, પણ સમજણ થતાં ઘરમાં બે માસીઓની સ્થિતિ જોતાં, પિતાને ત્રણ મહિને નિયત સમય માટે જ મળાય એવો નિયમ પાળતાં અવસ્થાએ વિધુર અને આકાર અને સ્થિતિમાં સામાન્ય પિતાની હાલત જોતાં માતાનું શ્રાદ્ધ પોતે એકમાત્ર પુત્ર હોવા છતાં અન્ય કોઈ છોકરાને હાથે થતું હોવાનું જાણુતાં માસી પાસેથી મૃત માતાની સ્વમાન અને હિંમતની લાગણીને ખ્યાલ આવતાં–તેના મનમાં નાના રમણીકરાયની નીતિરીતિ સામે બળ કરવાની વૃત્તિ જોર પકડતી જાય છે. નાનાજીને ન ગમતી એમણે મનાઈ ફરમાવેલી એમને આઘાત પહોંચાડે તેવી પ્રતિક્રિયા દાખવતે થઈ જાય છે. વર્ષો સુધી રમણીકમહાલમાં રહેવા છતાં દાદાજી કે અન્ય કોઈ સાથે એ હદયસંબંધ બાંધી શકતો નથી અને પિતાની ઈચ્છા મુજબનું કાંઈ કરી શકતો નથી ત્યારે એ અસ્તિત્વની અને પ્રયત્નની વ્યર્થતા અનુભવે છે. સમજી સમજાવી ન શકાય તેવી અકળતા અને એકલતાની સમસ્યાથી ઉદ્વિગ્ન થઈ જાય છે. એના ઉદેગ અજપાના મૂળમાં એનું દાદા રમણીકરાય આશ્રિત-પેષિત-નિર્ધારિત-૫રાધીન જીવન છે એવું સમજતાં જ આમપ્રસ્થાપના માટેની તેની અભિલાષા ઉત્કટ થઈ જાય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યને ખ્યાલ આવતાં જ તે દાદાની છાયામાયામાંથી મુક્ત થવા ઈચ્છે છે પોતે કઈને આશ્રિત કે પ્રેરિત નહીં, પિતાનું જ જીવન છાએ જીવતે થાય, કેશવ તરીકે જીવી શકે, પરશુવા, ને પરણવાને સુખી યા દુઃખી થવાને પિતાને અધિકાર પોતે જ ભોગવી શકે એવું એ વાંચ્યું છે. અને એટલે દાદાનું ઘર અને સંપત્તિ, દાદાએ શોધી આપેલી સુંદર કન્યા, દાદાએ ઊભી કરી આપેલી ફેકટરી એ બધાં પ્રલોભનોને ઈન્કાર કરી પિતાના પગ પર સ્વમાનભેર ઊભા રહેવા આસામ તરફ કરી અર્થે જવા નીકળી પડે છે. કેશવને ગૃહત્યાગ એ કઈ અધીર ઉતાવળિયા નાસમજ યુવાનનું, કઈ આશ કે આવેગમાં આવી જઈ ભરાયેલું, પગલું નથી, માતા પાસેથી જ લેહીના સંસ્કારરૂપે સ્વસમ્માન, આપગરવ મળ્યાં છે તેવા એક જવાંમર્દ યુવાનનું આત્મપ્રસ્થાપનની નિજી જરૂરિયાતમાંથી લેવાયેલું નકકર સમજદારીવાળું પગલું છે. કેશવ કઠણ ભય ફેડીને બહાર આવી સીધા ટટ્ટાર રૂપમાં વિકસતા વાંસના અંકુર જેવો છે. પતીકાપણાનું ભાન પ્રગટતાં આત્મપ્રસ્થાપના કરવા ઉઘુક્ત થતાં એક તરુણની આ કથા, એ વિષયવસ્તુની સુંદર રચના છે-
For Private and Personal Use Only