________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલના વિષયવસ્તુએ
૩૨૩
મથુર રહી શકતા નથી. મણુિ સાથે હાથજોડ થતાં જ તેના સ્વત્વ ( selfhood)નું મૃત્યુ થાય છે. મથુરના સ્વ ઉપર થતા વસતવિજયની, તેના ચેતન મન પર થતા અવચેતન મનના વિજયની આ કથા, હકીકતે death of selfનું વિષયવસ્તુ લઇને રચાયેલી છે. એમાં મથુરના નીતિસ ને નિમિત્તે કરીને લેખકે માનવમનના અગમ્ય કાડાની અને એમાં ઊડતાં અકળ શમણાંની વાત, દારા નિક્તાને અણુસાર સુદ્ધાં ન આવે એવી સહજ રીતે કરી લીધી છે.
આત્મસભાનતાનુ વિષયવસ્તુ લઈ તે એ લઘુનવલા રચાઇ છે. બંને આ વિષયવસ્તુની માવજત આગવી રીતે કરે છે. એમાંની પહેલી ભગવતીકુમાર શર્માની ‘સમયદ્રોપ'માં સૂરા જેવા તદ્દન નાનકડા ગામડાના મહાદેવ મ`દિરના પૂજારીનો પુત્ર નીલકડ ગામડુ છેોડી મુંબઈ જેવા મહાનગરમાં કોઇ વિજ્ઞાપનસંસ્થામાં નેકરી લે છે. આવી કરી અને નગરનિવાસને કારણે તેના તરુણ વયના કેટલાય પુરાણા અને જર્જરિત ખ્વાલા, વિશ્વાસા, શ્રદ્ધામાંથી તે બહાર આવે છે. બુદ્ધિવાદ, ભૌતિકવાદ, વ્યક્તિવાદના રંગ તેને લાગતા જાય છે. અબ્રાહ્મણુ યુવતી સાથે તે લવમેરેજ કરી લે છે. આવું લગ્ન પુરાણુ માનસ ધરાવતાં કુટુખીએ સહી નહીં શકે એવું માની કેટલાંક વર્ષ સુધી તેા વતનમાં એ સ્વજા પાસે જતા નથી, પરંતુ પછી પત્ની સાથે ગયે ત્યારે કુટુંબીઓ દ્વારા પત્ની નીરાની થતી ઉપેક્ષા, તેના સ્નાન ન કરવાના અને રજસ્વલા હાવા છતાં રસાડામાં વાના આચારદોષથી કુટુંબમાં થતા ખળભળાટ, આ બધાં સામે તીવ્ર પ્રતિક્રિયારૂપે આવતા નીરાને ગૃહત્યાગ અને પતિત્યાગ આ કથાના વિષયવસ્તુની દાર્શનિકતા માટે ભય રચી આપે છે. ઉપલક નજરે છિન્ન થતાં દાંપત્યજીવનને કારણે એકલતામાં સેારાતા, વ્યતીતાનુરાગમાં રાયતા અને વિશ્વાદ અનુભવતા મનુષ્યની આ કથા લાગે. પરંતુ એ તે સપાટી ઉપરની વાત છે. એને નિમિત્ત કરી લેખક એથી ગહનગંભીર મુદ્દાને લક્ષ કરવા માગે છે. નીલકડની સમસ્યાના મૂળમાં મૂલ્યવિષયક કટોકટી છે. તે ઊગીને ઊભા થયા છે ગામડામાં અને સ્થિર થયા છે મહાનગરમાં. બેઉ જગ્યાએ જીવનપદ્ધતિએ અને જીવનમૂલ્યે અલગ અલગ છે. ગામ અને મહાનગર અને સમયદ્વીપ જેવાં છે. એ જગ્યાએ સમય જાણે કે થીજી ગયેલા છે. ગામડામાં જડતાને કારણે સ્થગિતતા છે, મહાનગરમાં અતિવેગને કારણે અનુભવાતી ગતિહીનતા છે. પત્ની તેા મહાનગરનું સંતાન હતી એટલે એને માટે એટલી મૂળભૂત સમસ્યા ન હતી, જેટલી ઉભય સાથે અનુસ ંધિત હાવાને કારણે નીલકની છે. જે ધરતીની ધૂળમાંથી તે ઊગીને ઊભા થયા છે તેના મૂલ્યસંસ્કારે તેના લેહીમાંથી જતા નથી અને જયાં ઉદરનિમિત્તે એ વસ્યા છે એ મહાનગરે બહારથી અને ઘણા બદલ્યા છે. છતાં નગરસસ્કૃતિના આધુનિક મૂલ્યસ`સ્કાર પૂર્ણ પણે એ અપનાવી શકતા નથી. જૂના મૂલ્યસંસ્કારાને ન તા પૂરા છોડી શકતા કે ન તા વળગી રહી શકતા, નવા મૂલ્યસ’સ્કારાને પૂરા અપનાવી ન શકતા ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં મૂકાયેલા માણુસના દૂધીભાવની આ વાત છે. તેના વડે હકીકતે લેખકે તેને આત્મ પ્રત્યે સભાન થવા ઉન્મુખ કર્યા છે. પાતે કાણું છે ? ક્યાં ઊભા છે ? શા માટે રહેંસાઈ રહયા છે? એ પ્રશ્ન વિશે વિચારી આત્મસભાનતા સુધી નાયકને પાંચાડયો છે. છે અતિમા વચ્ચે ક્રૂસાતા રહે.સાતા વિષાદને આરે આવી ઊભા રહેવાને અનુભવ તેના નાયકને સ`પડાવીને લેખકે ખરેખર તે તેને તેની નિજની સભાનતા તરફ અભિમુખ કર્યા છે. તેથી, દ્વિધાના દ્વીપ પર ઊભેલા સંક્રાન્તિકાળના આ સતાનની કથા તત્વત : આત્મસભાનતાની કથા બની રહે છે,
For Private and Personal Use Only