________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેટુની અનુગુપ્તકાલીન એ શિલ્પકૃતિઓ
વસ્ત્રાલંકરણ, વ્યાધ્રામ્બરના વ્યાઘમુખના અંકન વગેરે પરથી કંઈક પછીની એટલે કે ઈ.સ.ની આશરે ૬ઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. વ્યાઘામ્બરને વાળેલ ગાંઠના છેડે કીતિમુખ કંડારવાની પ્રથા પણ અગાઉ શામળાજીથી મળેલ ભીલડીશે પાર્વતીની પ્રતિમામાં પણ જોવા મળે છે. પરંતુ સ્પષ્ટતઃ તે અત્રે ચર્ચિત પ્રતિમાથી પ્રાચીન છે. આના પરથી એક બીજી વાત એ પણું જણાય છે કે ગુપ્ત અને અનુગુપ્ત કલા પર પશ્ચિમ ભારતીય ક્ષત્રપ કાલાન શિની વધતા-ઓછા અંશે અસર ચાલુ રહેલી જણાય છે. ડે. યુ. પી. શાહ જણાવે છે તેમ “ પ્રાચીનકાળથી માંડીને સોલંકીકાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરુબમિની ખાસ કરીને પશ્ચિમ અને સાંસકૃતિક એકતા ધડાતી ગઈ હતી. ક્ષત્રકાલમાં કાર્દિકો અથવા પશ્ચિમી ક્ષત્રપનું સામ્રાજ્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના કેટલાક ભાગ પર અને પૂર્વમાં ઉજૈન સુધી ફેલાયેલું હોઈ ધરાયેલ સાંસ્કૃતિક એકમત અસર ગુતકાલ અને અનુગુપ્તકાલમાં પણ ચાલુ રહી ૮, જેને અત્રે ચચિત અનગુપ્તકાલીન આ શિલ્પ યથાર્થ ઠેરવે છે. ઉક્ત ચચિત ભીલડીશે પાર્વતીની ક્ષત્રપકાલીન પ્રતિમાનાં કેટલાંક લક્ષણે ખાસ કરીને વસ્ત્રાંકન શૈલી ચર્ચિત પ્રતિમામાં પણ નજરે પડે છે.
જ્યારે નંદી પ્રતિમાના સમયાંકન અંગે વિચારતાં તેના કંઠભાગની વલીઓ, આંખનું લક્ષણ, કંઠમાળ, ખૂધ, પ્રાસમુખ અને ચમરીયુક્ત ખૂધના પૃષ્ઠભાગેથી પસાર થતી પટ્ટી, બેસવાની લઢણુ વગેરે શામળાજીની નંદીમતિમાં સાથે સામ્ય ધરાવે છે, જેથી આ નંદી પ્રતિમાને પણ ઈસુની ૬ઠ્ઠી સદીમાં મૂકી શકાય.
૭ -એજન- જુઓ ચિત્ર-૨૫
૮ શાહ (ઉં.) યુ. પી. “ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ–કેટલીક નવીન ઉપલબ્ધીઓ તેમજ વિચારણા ", સ્વાધ્યાય પુ. ૧૧ અંક: ૧, પૃષ્ઠ ૯૫.
૯ શાહ ( . ) યુ. પી. “ અલ્પચસ કૉમ શામળાજી એન્ડ રેડા ” બુલેટીન ઓવ ધ મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી બરડા છે. xii, જુએ ચિત્ર ૨.
આ શિલાના સમયાંકન, કલાહૌલી અંગે ચર્ચા દરમ્યાન જરૂરી માર્ગદર્શન આપવા બદલ લખો પ્રસિદ્ધ કલામર્મજ્ઞ શ્રી મધુસૂદન ઢાંકીના ઋણી છે. '
ફેટ માસ, પુરાતત્વખાતું, ગુજરાત રાજ્યના સૌજન્યથી. વા ૧૫
For Private and Personal Use Only