________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટેલ- અનામી છે
અહીં તે દયારામે મીરાંના અર્થબોધને પંતિમ ઉલટાવી અન્ય રીતે ઝીલ્યો છે. એ અર્થ ઝીલ, શબ્દ-સામર્થ્ય ને ભાવવ્યક્તિ મૂળ જેટલી સમર્થ નથી છતાં યે સમગ્રતયા વિચાર કરતાં જણાશે કે મીરાં ને દયારામ, કવિ તરીકે બંનેય અનન્ય છે.
કાવ્યને અનતે કવિનું નામ આપ્યા વિના જ જે નરસિહ મહેતા, રામકૃષ્ણ મહેતા, રાજે અને દયારામની કૃતિઓ છાપી હોય તે કર્તવને સંભ્રમ થાય એવા આ કવઓ છે. પણ આ ચારમાં નરસિહ મહેતા ને દયારામભાઈ એ બે તે ઘણાજ સારા ને અતિલોકપ્રિય કવિઓ છે પણ રામકૃષ્ણ મહેતા અને રાજે પણ અભ્યાસ માગી લે તેવા ખમતીધર ધ્યાનાર્હ સુકવિઓ છે.
પરંપરાનું સુવર્ણ તે સૌ સર્જકોને કાજે છે, પણ એને સુડોળ ધાટ ઘડવામાં ને આકર્ષક રાતે એમાં યથાસ્થાને નંગ જડવામાં સર્જકની મૌલિકતાને ઉમેષ પામી શકાય. નરસિહ મહેતા અને રામકૃષ્ણ મહેતાનાં પદમાં રસ અને રંગને વિનિયોગ અનેક સ્થળે થયે છે. દા. ત. –
રાતી ચૂડી કરે કામની, રાતાં ચરણાં ચુદડી, રંગે રાતી કુંકુમની પીઅળ, તે તળે રાતી ટીલડી,
રાતે દંત હસે રાધાજી, રાતી કરે ચૂડી; રાતી વાંચે રમે પંખેર, સૂડલો ને સૂડી. રાતે સાધુ સવિ સહીઅરને, રાતી સિર જડી, નરસૈઆને સ્વામી સંગે રમતાં, રાગમાંહાં ગયાં બૂડી. ”
નરસિહમાંથી પ્રેરણા લઈ સફળ અનુકરણરૂપે રચાયેલી રામકૃષ્ણ મહેતાની રચના જોઈએ.
“રંગ્ય રાતા કસૂ કુંકુમ-વરણા, રાતી વનની વેલડી, રાતે કહાનડ કેલ્પ કરે, ત્યાં રાતી સરવ સહેલડી. રાતા દત અધર નખ રાતા, રાતી ચેલી ચુનડીઆ, રાતાં અબીર ગુલાબ ઊડાડે, તે રાતી રત્નની મુદ્રડી. રાતી ર છે અતિ રઢિઆલી, રાતી બાલા વેલડીઆ, રામકૃષ્ણ પ્રભુ પ્રેગ્યે રાત, રાધા રંગની રેલડી”.
નરસિંહ અને રામકૃષ્ણ વચ્ચે ખાસ્સે લગભગ અઢી વર્ષનું અન્તર છે પણ બંનેના પદની ભાષા જોતાં નરસિંહની લેકમેગ્યતા ને લોકપ્રિયતા સ્વયંસ્પષ્ટ છે. નરસિંહે ગાયું –
મને જનમ ધર્યાનું પુણ્ય લહાવો દર્શનને...”
For Private and Personal Use Only