________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
રમેશ બેટાઈ
(૨) ઘણી વખત સાંસારિક વ્યવહાર કવિઓનાં વચન પર આધારિત હોય છે અને તે માનવને કલ્યાણકારી પણ બને છે. આ બાબતના સત્યની પ્રતીતિ આપણને રામાયબ્રુ-મહાભારતના અભ્યાસથી થાય છે અને ઘણી વખત એવું બને છે કે દેખીતા અસત લાગતા ઉપદેશ પાછળ કવિ જે વિચારણા કે ભાવો રજુ કરે છે તે કવિજગતની સાથે સાથે વાસ્તવિક જગત પર પ્રભાવ પાડે છે. આમાં કવિની વ્યંજનાઓ અતિ ઉપકારક બને છે.
(૩) વળી કાવ્ય અસત ઉપદેશ આપે છે એ દલીલનું ખંડન કરતાં આગળ કર્તા કહે છે કે વેદવાણી અને, આપણે તેમાં ઉમેરણ કરી કહીએ કે, અધિકૃત મહાનુભાવોની વાણી જગતની દષ્ટિએ અસત કે પ્રતિફળ જણાય તો પણ અને તેને પ્રભાવ મોટો હોય છે. રાજાઓનાં મહાન ચરિતે, પ્રભુત્વલીલા, તપસ્વીજનોને અલૌકિક પ્રભાવ વગેરે કવિઓ વર્ણવે ત્યારે વિશેષ પ્રભાવશાળી બને છે. આથી કાવ્ય માત્ર અસત ઉપદેશ આપે છે એમ ન જ કહી શકાય.
(૪) ખરેખર તે કાવ્યને માર્ગ એ આદિકવિ વાલ્મીકિને માર્ગ છે. ભવભૂતિ કહે છે
તેમ
એવા કવિ ભવભૂતિ કે તેને સમાન અને જે કંઈ લખે તેમાં અસત ઉપદેશ ન જ હોય.
કૃતિ અને મહાકવિઓની વાણીને આધાર લેતાં રાજશેખર અસત ઉપદેશના આરોપ સામે આમ વિલક્ષણ રીતે પિતાને બચાવ રજૂ કરે છે.
૩ કાળે અસભ્ય એટલે કે અલીલ અથેનું અભિધાન કરે છે તેથી તે ઉપદેશપાત્ર નથી.
સાહિત્યમાં અશ્લીલ અને શ્લીલ શું તેની ચર્ચા કવિઓ અને આલોચકો સદીઓથી કરતા આવ્યા છે અને રાજશેખરના યુગમાં પણ કામ અશ્લીલતા ઘણી હોય છે એમ માનનારા હશે જ, તેથી જ તે તેમને મત કર્તા ટાંકે છે. આ દલીલ આપ્યા પછી તે બે વિપરીત ભંગારનાં ચિત્રોનાં ઉદાહરણે ટાંકે છે અને તે પછી તે આ દલીલનું ખંડન કરે છે. તેને પ્રત્યુત્તર આ પ્રમાણે છે :
(૧) કાવ્યના સંદર્ભમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે દેખીતી રીતે અલીલ લાગતાં વર્ણને કરવાં જરૂરી બની રહે છે. આને અર્થ એ છે કે માનવની હીનવૃત્તિઓને ઉોજવા માટે કે માત્ર ગલગલિયાં કરવા માટે સાચા કવિઓની રચના કરતા નથી. સંદર્ભમાં જરૂરી હોય તે કરે પણ ખરા.
(૨) આનો અર્થ એ થયો કે ઘણી વખત સંદર્ભમાં કાવ્યતત્વ જાળવી રાખવા માટે કે સૌન્દર્યસાધના માટે કે અન્ય કોઈ ભાવ-વિશેષની અનુભૂતિ કરવા-કરાવવા માટે જગતની દષ્ટિએ અશ્લીલ કે અસભ્ય લાગતું નિરૂપણ કવિ કરે એમ બને પરંતુ ત્યાં તેને ઉદ્દેશ પ્રધાનતયા અશ્લીલતાના નિરૂપણને ન જ હોય.
For Private and Personal Use Only