________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે. પટેલ
સમીક્ષા
૧) ચિત્રમાને તુરગ એ ચિત્રકારની કલ્પનાનું સર્જન છે અને તેમાં થતી તુરગત્વની પ્રતીતિ,
એ ભાવકની કલપનાનું પરિણામ છે. આમ, ચિત્રતુરગ એ કલાકાર અને ભાવકની કલ્પનાને સંવાદ રચે છે. તે જ રીતે, નાટયસૃષ્ટિમાં પણ કવિ અને ભાવકની કલ્પનાને સંવાદ રચાય છે.
(૨) કલામાંથી પ્રાપ્ત થતા આનંદ લોકોત્તર હોય છે અને તે જ્ઞાનના પ્રસિદ્ધ પ્રકારો-સમ્યક
મિથ્યા આદિથી ભિન્ન પ્રતીતિસ્વરૂપે હોય છે.
(૩) કલાની અનુભૂતિ અવર્ણનીય હેય છે, તેમ છતાં તેને ઈન્કાર થઈ શકે તેમ નથી. કારણ કે તે જીવત અનુભવરૂપ હોય છે.
(ગુચા જનુયુત રસનુમવા માં તિ છે '') (૪) કલાનું વિશ્વ કલ્પનામય હોય છે, તેમ છતાં તેમાં વાસ્તવિક્તાને પ્રાણુ ધબકતા હોય છે
તે બ્રમણ, આભાસ કે પ્રતિભાસ નથી.
(૫) રસ એ કલાત્મક અનુકરણરૂપે છે.
(૬) આમ, ભારતીય સાહિત્યમીમાંસામાં રસપ્રતીતિને પ્રેક્ષક સાથે સાંકળનાર સૌપ્રથમ શંકુક
છે. નાટયપ્રતીતિને સમજવા માટે તેણે આપેલું ચિત્રતુરંગનું દષ્ટાંત નવીન અને રોચક છે. આમ છતાં, એ ઉલ્લેખનીય છે કે, શંકુકે સૂક્ષ્મ એવી કાવ્યકલાને સ્થૂળ એવી ચિત્રકલાના દૃષ્ટાંતથી સમજાવીને સૂમ પરથી ધૂળ ત૨ફ ગતિ કરી છે.
ભારતીય આલોચના ક્ષેત્રે મણિપ્રદીપ-પ્રભાત્યાય અને ચિત્રતુરગન્યાય પ્રસિદ્ધ છે. અનુમાનવાદીઓ અનુમાન પ્રક્રિયાને સમજાવવા મણિપ્રદીપ-પ્રભાત્યાયને આશ્રય લે છે, પરંતુ ચિત્રતુરગન્યાય આપીને કુક સંસ્કૃત સમાનામાં ચિરંજીવ સ્થાન પામ્યા છે.
For Private and Personal Use Only