________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટયકલામાં વાયદય”
(૨) શ્રી ગ. ચં. દેશપાંડે ચિત્રતુરગન્યાયને સંવાદી ભ્રમ તરીકે ઓળખાવે છે. તેમના કહેવા મુજબ, “નાટયમાંના સંવાદી ભ્રમની કલ્પના આપવા તે ચિત્રતુરંગનું દષ્ટાંત લે છે.” વિશેષમાં તેઓ જણાવે છે કે “તે પછી આ પ્રતીતિનું સ્વરૂપે કર્યું ? આ બધા કરતાં ભિન એવી ચિત્રતુરગપ્રતીતિ જેવી હોય છે એમ શંકુક કહે છે.-ચિત્રમાં દેખાતે ઘોડે એ ઘેડ નથી. જેનાર તેને ઘડે સમજે છે, વસ્તુતઃ અ ભ્રમ જ છે પરંતુ તે સંવાદીભ્રમ છે, કારણ કે ખરેખર ઘોડો અને ભાસમાન ઘેડ એ બેમાં સંવાદ છે તે જ પ્રમાણે નાટય જતાં આ રામ જ છે એવું પ્રેક્ષકોને લાગે છે, તે પણ સંવાદી ભ્રમ જ છે ૧૫
અહીં આપણે નિર્દેશ કરીએ, કે શ્રી દેશપાંડેએ મણિ-પ્રદીપ-પ્રભાત્યાય અને ચિત્રદુર્ગન્યાય વચ્ચે ગોટાળો કર્યો છે. મણિ-પ્રદીપ-પ્રભાત્યાયમાં મિથ્યાજ્ઞાનનું અર્થ ક્રિયા કારિત્વ દર્શાવતાં સંવાદીભ્રમને ઉલેખ છે. અહીં મિશ્યાજ્ઞાન નથી એવું સ્વયં શંકુકે જણાવ્યું છે. ચિત્રમાંતુરગ જોઈને, પછીથી “ આ તુરગ નથી' એવી મિથ્યા પ્રતીતિ થતી નથી. વળી, મિશ્યાજ્ઞાન પાછળ જોવા મળતું ક્રિયાકારિવ પણ નથી. પ્રેક્ષકની કોઈ પ્રતિક્રિયા નથી હોતી, તેથી ચિત્રતરગને સંવાદીભ્રમ કહી શકાય નહિ. ડે. નાન્દી ચિત્રતુરગને Creation of Imagination
શ્રી દાસગુપ્તા ચિત્રતુરગને પ્રતિભાવ આપતાં જણાવે છે-“ sankuka introduced the similitude of painting horse to explain the enlightenment of aesthetic emotion. He said that just as of a painted horse, it can be said that it is not a horse and that it is a horse, so of an aesthetic experience we can say that it is both real and unreal. "90
શ્રી મેસન અને પટવર્ધન જણાવે છે કે –“ na catra nartaka eva sukhiti citraturagādi-nyāyena. The idea is of enormous importance, and seems to us one of those seminal ideas which had such a great influence on later thinking. It is this: When we see a painting of a horse, we neither think it is real, nor that it is false. For such, notions do not apply to the realm of art"."
(૧૫) દેશપાંડે ગં. ચં, ભારતીય સાહિત્યશાસ્ત્ર, વોરા એન્ડ કંપની, અમદાવાદ, હ૭૩, ૫. ૪૦૬, ૪૦૭.
(૧૯) નાન્દી તપસ્વી-વન્યાલ કલચન, ગુજરાત યુનિવર્સિટી પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૧૮
(17) Dasgupta S. N.-An Introduction to Indian Poetics. Ed. Raghavan S. Nagendra, Macamillan, Bombay, 1976, p. 38
(18) Masson and Patwardhana-Aesthetic Rapture-II, Deccan College, Poona, 1970, pp, 13, 14
For Private and Personal Use Only