________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
રમેશ બેટાઈ
આવી કવિપ્રશસ્તિ કરવામાં આવી હોય ત્યારે કાવ્યના અર્થને અસત્ય અર્થ કહેવા માટેનાં કારણે પણ વજૂદવાળાં હેય એ જરૂરી છે. રાજશેખર વિરોધીના આ મતની સ્થાપના નીચે પ્રમાણે કરે છે :
અતિશયતાભરી, અસંભવશી ભાસતી બાબતે નિરૂપતા બે લેકે રાજશેખર ટાંકે છે. રાજાની પ્રસંશા કરનાર એક કવિ કહે છે કે રાજાને ત યશ સમગ્ર વિશ્વમાં વ્યાપી વળે, કયાંય ન સમાયે. ત્રણેય લેકમાં ન સમાતા આ યશથી મૃગાક્ષીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આમાં રાજના વેત યશથી ત્રણેય લેક વેત બની જાય અને તેનાથી મૃગનયનીઓને આશ્ચર્ય થાય એ બાબતો અસત્ય પણ છે, અસંગત પણ.
બીજા લેકમાં રાજાના મહાસમર્થ સેન્યના સંમર્દ અને પ્રાબલ્ય તથા પરાક્રમથી ત્રણેય લેકનું દમન થયું એવું વર્ણન છે. આ વિધાન જ અશક્ય અને અતિશયોક્તિભર્યું છે.
અહીં આપણી દષ્ટિએ પહેલો પ્રશ્ન એ થશે કે શું ખરેખર કાવ્યવાચન કરતા સહદય રસિકજનને “ આવું તે હેય ?” અથવા “આવું બને જ શી રીતે ?’ એવા પ્રશ્નો થાય છે ખરા? ખરેખર નથી જ થતા. વાચક તે હોંશથી વાંચે છે, પ્રસન્નતા અનુભવે છે. અસંભવ વાતે પણ કાવ્યવાચન દરમ્યાન તેને અસંભવ લાગતી નથી. ઘણીયે વખત એવું બને છે કે આવાં વાચનનું
સ્મરણમાત્ર પણ તેને પ્રસન્ન કરે છે અને તે ડેફેડિલ પંપનાં દર્શન અને નર્તનથી મુગ્ધતા અનુભવી ચૂકેલા કવિ વર્ડ્ઝવર્થ માફક અનુભવે છે કે
"And often on my coach (lie, In vacant or in pensive mood; They flash upon the inward eye,
which is the bliss of solitude".3 પ્રશ્ન રહે જ છે, વાંચતી વખતે કાવ્યર્થ અસત્ય લાગવાને બદલે મુગ્ધકર, પ્રસન્ન કર, અવિસ્મરણીય બની રહે તે તેને અસત્ય કહેવાય શી રીતે ?
રાજશેખર આ આરોપનું ખંડન કરતાં કહે છે કે કાવ્ય અતિશયોક્તિભર્યું કે અસત્ય વર્ણન યા વિધાનથી અન્વિત હોવાને કારણે વાસ્તવમાં ત્યાજ્ય નથી, કારણ,
આ વનને અર્થવાદ કે તેની અતિશયોક્તિ ખરેખર અસંગત કે અસત્ય નથી. આવાં વણનો વેદ, શાસ્ત્રો અને જગતમાં ત્રણેયમાં મળી આવે છે. વેદો અને શાસ્ત્રો પરમપ્રમાણુરૂપ છે, તેથી તેનાં વિધાને અસત્ય કે ખોટાં ન જ ગણાય અને જગતના સામાન્ય વ્યવહારમાં પણ આવાં
૩ વર્ડઝવર્થની ખ્યાતનામ કૃતિ Daffodilsમાંથી.
For Private and Personal Use Only