________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યવિરુદ્ધના આરે છે અને તેમનું ખંડન
આપણે કલાનાં દૃષ્ટાન્ત લઈએ તે એક વ્યાખ્યાનમાં કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે “અજન્ટા અને ઈલેરાની ગુફાઓમાં અસરાઓની નગ્ન મૂર્તિઓ જોઈ તેમાં મને ભવ્યતાનાં જ દર્શન થયાં છે. વિકાર માણસની દષ્ટિમાં છે, આંખમાં નહીં ” અને મહાભારતના સ્ત્રી પર્વમાં જયદ્રથની પત્ની પતિને કપાયેલો હાથ મળી આવતાં કહે છે કે
અયં સ રસત્કર્ષો પીનસ્તનવિમર્દકઃ
નાબૂ રુજધનસ્પશી નીવવિસ્વંસનઃ કર !! ત્યારે તેમાં અશ્લીલતાની અનુભૂતિ ભાગ્યે જ થાય છે.
(૩) આગળ રાજશેખર કહે છે કે આવું જગતની દષ્ટિએ અસભ્ય અર્થ આપતું નિરૂપણ આપણને વેદે અને શાસ્ત્રોમાં પણ મળે છે. ભાવ એ છે કે જે વેદો અને શાસ્ત્રોએ પ્રમાર્યું હોય તે અસભ્ય ન જ ગણાય.
અહીં આપણે એક હકીકત રજૂ કરીને પૂર્તિ કરીએ કે આવાં વર્ણને વ્યાસવાલ્મીકિ અને કાલિદાસ-ભવભૂતિમાં પણ કયાંક કયાંક મળી આવે છે. આમ થાય ત્યારે આપણે પ્રતીતિ કરીએ છીએ કે સંદર્ભમાં આવા નિરૂપણને ઉદ્દેશ અસભ્ય નિરૂપણમાત્રને હોતે નથી. ઘણી વખત પાત્રના મને ગતની અનુભૂતિને પ્રગટ કરવા માટે કે અન્ય કોઈ સૌન્દર્યાનુભૂતિ અથવા તે
જના માટે આવાં વર્ણન કરવામાં આવે છે. નિદાન સારા અને પ્રમાણિત સ્તરના,
કાવ્ય સામેના, તેના સમાજમાં પ્રચલિત આ આરેપ નિરૂપીને તેનું ખંડન રાજશેખર કરે છે ત્યારે કાવ્યને લગતી એક સદા જીવંત સમસ્યા તે રજૂ કરે છે. તેના આરોપને જવાબ પૂરે સબળ કે સમર્થનથી, દરેક વખતે તે “ આવું તે વેદ અને શાસ્ત્રોમાં પણ મળી આવે છે” એમ કહે છે ત્યારે તે દલીલ સૂકમ અને તથ્યયુક્ત નથી. છતાં સમગ્ર દા તેના જવાબે ઠીકઠીક સમર્થ છે, સંતોષકારક છે. ખાસ તે તેણે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તે તેની દૃષ્ટિની વ્યાપકતા અને મૌલિક ચિન્તનના આગ્રહનું પ્રમાણ છે. કાવ્યમીમાંસા એ તેને મન માત્ર કાવ્યના અલંકાર એટલે કે આવશ્યક તરોની મીમાંસામાત્ર નથી તેની પ્રતીતિ તે આ અને આવી અન્ય ચર્ચાઓમાં આપણને કરાવે છે.
રાજશેખરની આ વિચારણાની તુલને પાશ્ચાત્ય આલેચક લેટેની આવી જ વિચારણા સાથે કરીએ તે તેનાથી રાજશેખરની વિચારણું અને તેની બહુમૂલ્યતા સવિશેષ પછાકાર થશે.
અનુકરણને સિદ્ધાન્ત અને વાસ્તવિક્તા, ટ્રેજેડીની સંરચના, વિચારોને સિદ્ધાન્ત અને તેની સાથે સંકળાયેલ સૌન્દર્યને ખ્યાલ આ અને આવા ઘણું વિચારે પ્લેટોએ આપ્યા છે. તેને આગળ વધારીને તેને શિષ્ય એરિસ્ટોટલે તેને poeticsમાં તથા અન્યત્ર, લેટોની વિચારધારા ન સ્વીકારીને પણ કવિતા વિશેની વિચારણુ એક ચોક્કસ અને સુસ્થાપિત સૌદ્ધાતિકતામાં
૫ “મહાભારત” સ્ત્રી પર્વ ૧૧.૨૪.૨૯-ભાંડારકર ઓરિએન્ટલ ઈન્સ્ટીટયૂટ (પૂના) પ્રકાશન.
For Private and Personal Use Only