________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
અરુણા કે. પટેલ
પ્રસ્તુત કારિકા ધર્મકાર્તિના “ પ્રમાણુવાર્તિક 'માંથી લેવામાં આવી છે. પ્રસંગ એવો છે કે બે બંધ ઓરડાના બારણાની તિરાડમાંથી બહાર પ્રકાશ રેલાય છે. એક ઓરડામાં મણિ છે, અન્ય એરડમાં દીપક. બહાર રેલાતી પ્રભાને જોઈને, પ્રભાને મણિ સમજીને, બે જણ મોણની પ્રાપ્તિ માટે દોડ્યા. તેમાંથી મણિની પ્રભાને જે મણિ સમજીને દેડયો હતો, તેને બારણું ખોલતાં મણિ પ્રાપ્ત થયું. પરંતુ દીપકની પ્રજાને જે મણિ સમજ હતું, તે ઠગા. તેને મણિ પ્રાપ્ત થશે નહિ. ખરેખર તે, દીપકની પ્રભા અને મણિની પ્રભા-બંનેને મણિ સમજીને દોડનાર બંનેનું જ્ઞાન મિશ્યા હતું. કારણ કે બહાર રેલાઈ, તે તે પ્રભા હતી, મણિ નહિ. આમ, બંનેનું જ્ઞાન મિશ્યા હોવા છતાં ફળપ્રાપ્તિની બાબતમાં તફાવત જોવા મળે. એકને ફળપ્રાપ્તિ થઈ, અન્યને ના થઈ જેને ફળ પ્રાપ્તિ થઈ, તેનું મણિપ્રભામાં મણિનું જ્ઞાન, તે સંવાદી શ્રમ હતો. જેને ફળપ્રાપ્તિ ના થઈ તેનું દીપપ્રભામાં મણિનું જ્ઞાન, તે વિસંવાદી ભ્રમ હતા. ઉપરને લેક એ બૌધયાયિક ધર્મકાતિના પ્રમાણુવાર્તિક ને કલેક છે. ધમકીર્તિ એમ કહે છે કે સંવાદી ભ્રમ એ સમ્યફ જ્ઞાનનું સાધન બને છે. મણિ-ભાને મણિ સમજે, તે તેને ભ્રમ હતું. પરંતુ તે સંવાદી ભ્રમ હેઇને તેના જ્ઞાતાને ફળપ્રાપ્તિ થઈ, તે ઠગાય નહિ. જે મિશ્યાજ્ઞાન તેના જ્ઞાતાને ગતું ન હોય, તે સંવાદી શ્રમ છે અને તેવા જ્ઞાનને અર્થ ક્રિયાકારિત્વ એટલે કે પરિણામ નિષ્પન્ન કરવાની શક્તિ હોય છે. આમ, અર્થ ક્રિયાકારિત્વ એ સમ્યકજ્ઞાનની એટલે કે વસ્તુના અસ્તિત્વની કસોટી છે. મૃગજળ જઈને પાણી માટે દોડનારને પ્રયત્ન સફળ થતું નથી. પરંતુ અંધારામાં, દોરડાને સપ સમજીને ભયથી મૃત્યુ થયાનાં ઉદાહરણ વ્યવહારમાં જોવા મળ્યાં છે. ધર્મકીર્તિનું આ તારણ નાના સંદર્ભમાં અવલોકીએ, તે નટમાં અનુમાન કરવામાં આવતે રતિનો ભાવ અનકરણરૂપ હાઈ મિથ્યા છે. આમ છતાં, એ મિથ્યાજ્ઞાન તેના પ્રેક્ષકને વાસ્તવિક સત્યાદિના આસ્વાદની આનંદાનુભૂતિ કરાવી શકે છે. તે સંવાદી ભ્રમ હાઈને તેમાં ભાવકો ઠગાતા નથી. ઊલટું તેમની અપેક્ષા પૂરી થાય છે. આમ, ધમકીતિએ મિથ્યાજ્ઞાનનું અર્થ ક્રિયાકારિત્વ દર્શાવ્યું છે. તેને ઉલેખ કરીને શંકુક સ્પષ્ટતા કરે છે કે અનુકારરૂપ જ્ઞાનને પણ અર્થક્ષાકારિત્વ હોય છે. તેથી જ, નાટયપ્રયોગમાં રજૂ થયેલા મિશ્યા રામના મિશ્યા ભાને પણ સહદય આસ્વાદ લઈ શકે છે.
શકુંકે રજૂ કરેલા મણિ-પ્રદીપ-પ્રભાત્યાયને કેટલાક હિન્દી વિવેચકો આ રીતે સમજાવે છેઃ “એક માણસ દીવાને મણિ સમજી, પકડવા દેડયો. પરિણામે દીપકની જવાળાથી તે દાઝ. તે દાઝ, ત્યારે તેને ખબર પડી કે, આ તે દીપક છે, મણિ નહીં. તેથી પિતાનું જ્ઞાન મિથ્યા હતું. અહીં કહેવું જોઈએ કે, સંવાદી શ્રમ અને વિસંવાદી ભ્રમને તફાવત દર્શાવવા શ્લોકમાં મણિ-પ્રદીપ-પ્રભા પાછળ દોડનાર બે વ્યક્તિને ઉલ્લેખ છે. ક્રિયાપદ પણ દિવચનમાં છે. વળી ઝળહળતા દીવાને હાથમાં પકડે ત્યાં સુધી તેને તેમાં મણિને ભ્રમ થાય તે તે મહામૂખ વ્યક્તિ ગણાય. દીપક અને મણિ એ બે વસ્તુને નહિ, બંનેની પ્રભા જોઈને ભ્રમ થવાની સંભાવના સાચી લાગે છે. આમ, શ્રી દીક્ષિતનું અર્થઘટન ડું નવાઈ પ્રેરક છે. કેટલાક હિન્દી
૨ દીક્ષિત આનન્દપ્રકાશ-રસસિદ્ધાંત, સ્વરૂપવિશ્લેષણ, રાજકમલ પ્રકાશન, દિલ્હી, ૧૯૬૦ ૧. ૨૪.
For Private and Personal Use Only