________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્દભગવદગીતાનું વદ પ્રત્યેનું વલણ
૨૫૯
કરે છે. તે પરમસ્થાનને પ્રાપ્ત કરી શકતા નથી જ્યારે એક પેગી તે કરી શકે છે. અહીં એ સ્પષ્ટ છે કે વૈદિક ક્રિયાકાંડોના ફળ કરતાં યોગદષ્ટિથી કરેલાં કર્મોનું ફળ ચઢિયાતું છે. એટલે કર્મફળની દૃષ્ટિએ વેદને ધર્મ બીજી હરોળમાં આવે છે
૩ ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યચક્ષુ આપી પરમ ઐશ્વર રૂપ દેખાડયું. આવું અનેકાબુદર્શન વેદ, યજ્ઞો, દાન કે ઉગ્રતપથી પણ શકય નથી,' એમ વારંવાર શ્રીકૃષ્ણે કહ્યું છે. વેદવિદે જેને " અક્ષરપદ' કહે છે અને વેદેકારા તેને પામવા મથે છે તે પરમાત્માની કપા વિના શક્ય નથી તેથી પુરષોત્તમને સર્વભાવે ભજવા જોઈએ. ટૂંકમાં ગીતે વેદના પઠનપાન અને યજ્ઞયાગ કરતાં ભગવદ્ભક્તિને ઊંચા સ્થાને મૂકે છે.
૪ ગીતાના પંદરમા અધ્યાયમાં પરમાત્માથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિને “ અશ્વત્થ'નું રૂપક આપીને સમજાવી છે. અવ્યક્ત પરમ અક્ષર બ્રહ્મ આખરી તત્વ છે. તે પુરુષોત્તમ કહેવાય છે. તેમાંથી આ તમામ પ્રવૃત્તિ પ્રસરી છે.૧૦ મહત બ્રહ્મ તેની નિ (ઉત્પત્તિસ્થાન) છે તેમાં તે ગર્ભ મૂકે છે જેમાંથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થઈ છે. સત્વ, રજસૂ અને તમસૂ એ ત્રણ ગુણવાળી પ્રકૃતિમાંથી સૃષ્ટિવિસ્તાર થયો છે. તેને અશ્વત્થનું રૂપ આપ્યું છે. આ વૃક્ષનાં મૂળ ઉપર છે અને થડ નીચે છે. ત્રણ ગુણોથી વૃધ્ધિ પામેલી અવાન્તર શાખાઓ ઉપર વિષયરૂપી કુંપળ ફૂટી છે. અને વેદરૂપી પાંદડાં છે. તેની વડવાઈઓ મનુષ્યલેકમાં કર્મો સાથે બંધાયેલી છે. આવા અશ્વત્થ (વટ) વૃક્ષને અનાસક્તિરૂપી દઢ શસ્ત્રથી છેદીને પરમપદને ખાળવું જોઈએ. આ ગીતાને ઉપદેશ છે.
અહીં જે વિચાર રજૂ કર્યો છે તેમાં વેદને અશ્વત્થવૃક્ષનાં પર્ણોના સ્થાને મૂક્યાં છે. કારણ કે ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી શાખાઓ ઉપર કુંપળો અને પર્ણો ફૂટયાં છે. વેદને પણ ત્રણ ગુણવાળા કહ્યા છે. આ બન્નેને ધ્યાનમાં લેતાં વેદ અને યજ્ઞાદિ ક્રિયાઓની સકામતા જે ઉપર સ્પષ્ટ કરી છે તે જોતાં વેદોને પર્ણોનું સ્થાન આપ્યું છે તે સ્પષ્ટ થાય છે. સૃષ્ટિનિર્માણમાં વેદનું સ્થાન કામનાવાળા હોવાથી સાંસારિક છે.
૨ ૮.૨૮ ૩ ૮.૨૮ મત તન્... ૪ ૧૧.૮, ૧૧. ૫ ૧૧. ૪ ૧૧.-૧ -------- ૬ એજન ૭ ૮.૧૧., ૧૧.૧૫
૧ ૮.૨૧, ૮.૨, ૮, ૧૦.૧૨ ૧૦ ૧૫.૪ ૧૧ ૧૬.૨, ૧૫.૪
For Private and Personal Use Only